આગમી 5 જાન્યુઆરીથી ગુજરાતમાં સંઘની સમન્વય બેઠક યોજાશે. જેમાં સંઘની 39 જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સામાન્ય રીતે આ સમન્વય બેઠક વર્ષે 2 વાર યોજાતી હોય છે. જેમાં સામાજિક તેમજ સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
જેમાં આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત , ભૈયાજી જોશી ઉપસ્થિત સંપૂર્ણ દિવસ ઉપસ્થિત રહેશે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ, રામ મંદિર , વનવાસી વિસ્તારની સમસ્યાઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શકયતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.