લોક ડાઉન પુરૂ થયાં બાદ અન લોકના સમયથી સુરતમાં પોઝીટીવ દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં સુરતમાં હાલત કફોડી થાય અને સારવાર માટે દર્દીઓને બેડ નહીં મળે તેવી સ્થિતિ નિવારવા માટે સુરત મ્યુનિ. તંત્રએ શહેરની 37 ખાનગી હોસ્પીટલ સાથે કરાર કરીને 2000થી વધુ બેડ કોવિડના દર્દી માટે રિર્ઝવ કરાવ્યા છે. હાલ સિવિલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા 20 દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં સિફ્ટ કરાયા છે. હવે તબક્કાવાર વધુ 60 દર્દીઓને સિફ્ટ કરાશે. ગંભીર સમય માટે મ્યુનિ. અને સિવિલ હોસ્પીટલાં દર્દીઓ માટે બેડ ખાલી રહે તથા ખાનગી હોસ્પીટલમાં પણ સારવાર મળી રહે તેવું આયોજન મ્યુનિ. તંત્ર કરી રહ્યું છે.
અમદાવાદ અને મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ દર્દીની સારવાર માટે બેડ પણ મળી ન શકે તેવી હાલત સુરતની ન થાય તે માટે મ્યુનિ.તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. સુરત મ્યુનિ.ની 37 ખાનગી હોસ્પીટલ સાથે મ્યુનિ.તંત્રએ એમ.ઓ.યુ. કરીને 2000 કરતાં વધુ બેડ કોવિડના દર્દીઓ માટે અનામત રાખ્યા છે. આગામી દિવસોમાં મ્યુનિ.તંત્ર અન્ય હોસ્પીટલ સાથે કરાર કરીને બેડની સંખ્યા 5000 પણ કરી શકે તેવું આયોજન કર્યું છે.
હાલમાં સિવિલ હોસ્પીટલમાં 680 બેડ, સ્મીમેરમાં 787 તથા ખાનગી હોસ્પીટલમા 2019 બેડ પર કોવિડના દર્દીને સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં સુરતમાં આગામી દિવસોમાં કોવિડના દર્દીની સંખ્યામાં વધારો થશે તે નક્કી છે. આવા સમયે દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે ખાનગી હોસ્પીટલ સાથે કરાર કરવામાં આવ્યા છે.
આ કરાર પ્રમાણે આજે બપોર સુધીમાં સિવિલ હોસ્પીટલમાં સારવાર લેતાં 20 દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે બાકીના 60 જેટલા દર્દીઓને પણ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવશે. મ્યુનિ. અને સિવિલ હોસ્પીટલ પર ભારણ ઓછું થવા સાથે દર્દીઓને સારી સારવાર મળે તે માટે કરાર કરવામાં આવ્યા છે. કરાર જે હોસ્પીટલમાં દર્દી હોયકે નહીં હોય મ્યુનિ. તંત્ર નક્કી કરેલી રકમ હોસ્પીટલને ચુકવી દેશે. હવે મ્યુનિ. તંત્ર તબક્કાવાર સિવિલ અને સ્મીમેર હોસ્પીટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં સિફ્ટ કરશે.
આ પ્રકારની કામગીરી થતાં આગામી દિવોસમાં કોરોનાના દર્દીમાં મોટો ઉછાળો આવશે ત્યારે સ્મીમેર અને સિવિલ હોસ્પીટલમાં દર્દીઓ માટે બેડ મળી રહે તેવું આયોજન થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.