લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ રહેવાથી સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ ગયા છે આવી સ્થિતિમાં હવે સામાન્ય માણસને મોટો આંચકો મળી તેવી શક્યાતા છે. આમ આદમીના ખિસ્સા પર વધુ એક બોજ ઝિંકાશે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત સરકાર ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે.
અગાઉ સરકારે મે મહિના દરમિયાન પેટ્રોલ પર લિટરદીઠ 10 રૂપિયા અને ડીઝલ પર લીટરદીઠ 13 રૂપિયા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. જે બાદ પેટ્રોલ પર ટેક્સ વધીને 32.98 પ્રતિ લિટર અને ડીઝલ પર ટેક્સ 31.83 રૂપિયા પ્રતિ લિટર થયો છે. સરકારો દ્વારા ટેક્સમાં સતત વધારો કરવાના કારણે ગ્રાહકોને સસ્તા ક્રૂડનો લાભ મળી રહ્યો નથી. લોકોએ પેટ્રોલ અને ડીઝલ માટે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર કોરોનાને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ત્રીજું રાહત પેકેજ લાવવાની તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં સરકારને વધુ ભંડોળની જરૂર છે અને તેથી, સરકાર તેની ભરપાઈ એક્સાઈઝ ડ્યુટીથી કરવા માંગે છે.
સૂત્રો અનુસાર એક્સાઇઝ ડ્યુટીમાં લિટરદીઠ 3 થી 6 રૂપિયા વધી શકે છે. પરંતુ સરકાર એવું ઈચ્છે છે કે ટેક્સ વધ્યા પછી પેટ્રોલ-ડીઝલ મોંઘું ન થવું જોઈએ. તેથી જ નવી યોજના પર કામ ચાલી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલ બેરલદીઠ 45 ડોલરથી ઘટીને બેરલદીઠ 40 ડોલર થયું છે. તેથી જ સરકાર તેનો લાભ લેવા માંગે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા પછી પેટ્રોલ-ડીઝલ સસ્તું થવું જોઈએ. પરંતુ હવે તે થશે નહીં.
પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં દરેક રૂપિયાના વધારાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં વાર્ષિક રૂ. 13,000-14,000 કરોડનો વધારો થાય છે. જ્યારે ક્રૂડના ભાવમાં ઘટાડો સરકારને વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરે છે. હકીકતમાં, ભારત તેની જરૂરિયાતોનો લગભગ 82 ટકા હિસ્સો ખરીદે છે. આવી સ્થિતિમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થવાને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ(CAD) પણ ઘટી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.