આગામી તહેવારોની સિઝનમાં કોરોનાને ફેલાતો રોકવા માટે મોદી સરકાર સક્રિય, લેશે આ પગલા

કોરોના વાયરસની રોગચાળા દરમિયાન હવે દેશમાં તહેવારની તૈયારી થવા જઈ રહી છે. આ દરમિયાન વિવિધ રાજ્યોમાં અવર-જવર અને જાહેર ગતિવિધિઓમાં વધારો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. તેવામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. આ કારણે હવે કેન્દ્ર સરકાર પણ ચિંતિંત છે.

હવે દેશમાં આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર જલદી એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે, જે હેઠળ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ કેવી રીતે અટકાવી શકાય તે અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા અભિયાનની રણનીતિ હેઠળ કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લા મંગળવારે બપોરે 3 વાગ્યે એક બેઠકનું આયોજન કરી શકે છે.

ગૃહ મંત્રાલયનાં એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, બેઠકમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)નાં સિનિયર અધિકારીઓ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPFs)નાં વડાઓ, ગૃહ મંત્રાલયની ક્ષેત્ર કચેરીઓ અને અન્ય કેટલાક સ્થળોએથી આવેલા લોકો તેમાં ભાગ લેશે.

અધિકારીએ જણાવ્યું કે દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટેના વિવિધ ઉપાયો પર ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે સ્વ-સ્વચ્છતા, માસ્ક પહેરવા માટે એક નવું સાર્વજનિક અભિયાન જરૂરી છે. કારણકે કેન્દ્રએ હાલમાં જ સાર્વજનિક સુવિધાઓને ધ્યાનમાં રાખતા સાર્વજનિક પ્રવૃતિઓને ખોલવા માટેના નિર્દેશ જાહેર કર્યા છે.

હવે દિવાળી સહિતના તહેવારોની સિઝન ચાલુ થવા જઈ રહી છે. માટે જરૂરી છે કે કોરોના વાયરસ પ્રોટોકોલ વિશેનો સાર્વજનિક સંદેશ જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ બેઠકમાં આ મુદ્દા સંબંધિત ચર્ચા કરવામાં આવશે અને એક સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર ચર્ચા કરીને દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટેના પગલા ભરવામાં આવશે. નવી ઝુંબેશ અથવા, કહો કે , પહેલાથી ચાલી રહેલા જાહેર અભિયાનોને ફેલાવવા, સરકાર અને વિવિધ એજન્સીઓની બધી માહિતી અને સંદેશાવ્યવહારની પદ્ધતિઓ દ્વારા આગળ ધપાવવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.