સૂરત એરપોર્ટને AAIએ આપી ભેંટ! હવેથી રાત્રે પણ ઉડાણ ભરી શકશે વિમાન, 24 કલાક ફ્લાઈટ સંચાલનની આપી મંજૂરી

ગુજરાત રાજ્યમાં સુરત એરપોર્ટ પર હવે ચોવીસ કલાક ફ્લાઈટ્સ ઓપરેટ થઈ શકશે. સુરત એરપોર્ટ 1 એપ્રિલથી દેશના 24×7 ઓપરેશનલ એરપોર્ટ કેટેગરીમાં જોડાશે અને તેની જાહેરાત વર્ષ 2018 માં કરવામાં આવી હતી, પરંતુ AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) તરફથી મંજૂરી મળી શકી નથી. હવે AAIએ આ માટે મંજૂરી આપી દીધી છે અહી ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટનો વ્યાપ ફરી વધી રહ્યો છે.

હાલમાં, કુલ 11 શિડ્યુલ્ડ એરક્રાફ્ટ, કુલ 3 નોન-શિડ્યુલ્ડ, જ્યારે એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કાર્યરત છે. આવી સ્થિતિમાં અહીંથી કુલ 30 વિમાન ઉડાન ભરી રહ્યા છે અને જ્યારે 4 માર્ચથી એર એશિયા અહીંથી ત્રણ નવી ફ્લાઈટ શરૂ કરશે. અને 28 માર્ચથી ઈન્ડિગો બેંગલુરુ માટે ફ્લાઈટ શરૂ કરશે અને એપ્રિલથી તેની કુલ 38 ફ્લાઈટ્સ હશે અહી તમને જણાવી દઈએ કે, સુરત સહિત દેશના 5 એરપોર્ટને રાઉન્ડ ધ કલોક ઓપરેશન માટે મંજૂરી આપવામાં આવી છે.

એર એશિયા 4 માર્ચથી દિલ્હી, બેંગલુરુ અને કોલકાતાના સુરત એરપોર્ટથી સીધી ફ્લાઈટ શરૂ કરશે. એર એશિયાના જે રૂટ પર અન્ય કંપનીઓની ફ્લાઈટ્સ ચાલે છે તેના ભાડામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી માટે, જ્યાં ઇન્ડિગો તહેવારોની સિઝનમાં રૂ. 8,000થી ઉપરનું ભાડું નક્કી કરતી હતી, જ્યારે એર એશિયાના આગમન સાથે અને ઇન્ડિગોએ હોળીના તહેવારોની સિઝનમાં એટલે કે 4 માર્ચથી ભાડા ઘટાડીને રૂ. 4,500 કરી દીધા હતા. એટલે કે, જો તમે ઈન્ડિગોથી દિલ્હીની 4 માર્ચની ટિકિટ લો છો, તો તે 4,500માં ઉપલબ્ધ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.