સુરત એરપોર્ટ પર મુસાફરોની માંગને લઈને AAI દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરાઈ હવેથી એરપોર્ટ પર કપડાં થી લઈને ટ્રાવેલિંગનો સામાન મળશે..

સુરત એરપોર્ટે ફરી એક વખત પેસેન્જરોની સુવિધામાં વધારો કર્યો છે. હવે પેસેન્જરો એરપોર્ટથી તૈયાર રેડીમેડ કપડા પણ ખરીદી શકશે અને એટલું જ નહીં, મુસાફરીમાં કામમાં આવતો સામાન પણ ખરીદી શકશે. સુરત એરપોર્ટથી મહિને 18 ઇન્ટરનેશનલ અને 1008 ડોમેસ્ટિક ફ્લાઇટની અવર જવર નોંધાય છે. આમ, એરપોર્ટ પર મહિને 1,09,658 પેસેન્જરોની અવર જવર નોંધાય છે અને જેમાં 2297 ઇન્ટરનેશનલ પેસેન્જરો છે તો 1,07,361 ડોમેસ્ટિક પેસેન્જરો છે. જો કે, આ પેસેન્જરોને ઘણી વખત નવા કપડા કે પછી મુસાફરી સમયે બુક્સ, હેડફોન, બેગ સહિતના ટ્રાવેલિંગ સામાનની જરૂર પડતી હોય છે. પરંતુ, સુરત એરપોર્ટ કસ્ટમ નોટિફાઇડ એટલે કે ઇન્ટરનેશલ બન્યા પછી પેસેન્જરોને આ સુવિધા મળી રહી ના હતી અને જેથી પેસેન્જરોએ આ સુવિધા ઊભી કરવા માટે ડાયરેક્ટર અમન સૈનીને રજૂઆત કરી હતી.

આમ, મુસાફરોની માંગને જોતા ડાયરેક્ટર અમન સૈનીએ AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ને પત્ર લખ્યો હતો. જે પછી AAI દ્વારા આ મામલે બે ટેન્ડર જાહેર કર્યા હતા. જેમાં રેડીમેડ ગારમેન્ટનું ટેન્ડર સુરતની ખાનગી દુકાનના માલિકને મળ્યું છે, જ્યારે મુસાફરીનો સામાન વેચવાનું ટેન્ડર રાજસ્થાનની એક કંપનીને મળ્યું હોવાની વાત સૂત્રથી જણાય છે અને આમ, ફરી એક વખત સુરત એરપોર્ટે પેસેન્જરોની સુવિધામાં વધારો કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે એટલે કે જાન્યુઆરીથી જૂન-2022માં પેસેન્જરોને સુવિધા આપવામાં સુરત એરપોર્ટ 4.74 માર્ક્સ સાથે ભારતમાં 16માં અને ગુજરાતમાં ૫માં નંબર પર આવ્યું છે તેમજ જો કે, જાન્યુઆરીથી જૂન-2020 સાથે સરખાવીને તો સુરત એરપોર્ટ ભારતમાં ત્રીજા અને ગુજરાતમાં પહેલા નંબર પર હતું. આ રોન્કિંગ AAIએ આપ્યું હતું. AAI દર 6 મહિને ભારતના 64 ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જરો મળતી સુવિધાનો સર્વે કરતી હોય છે અને જેમાં એરપોર્ટની 33 પ્રકારની સુવિધાથી કેટલા સંતુષ્ટ છે? તે મંતવ્યો પેસેન્જરોથી જાણીને માર્ક્સ આપતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.