અમદાવાદ સહિત રાજ્યભરમાં નાગરિકો ઉનાળાના આ આકરા તાપથી તોબાહ પોકારી ઊઠયાં છે. હજુ પણ એક દિવસ માટે કચ્છ તેમજ ભાવનગરમાં હીટવેવની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
બુધવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનો પારો વધીને ૪૩.૮ ડિગ્રીએ પહોચ્યો હતો. જ્યારે ભાવનગરમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોચતા રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી નોંધાયું હતું. હજુ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં ઘટાડો થવાના કોઈ સંકેતો મળતા નથી. બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, તા.૨૯મી મેના રોજ વલસાડ, નવસારી,દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં છુટા છવાયા ઝાપટાં પડશે. તા.૩૦મીમેથી ૧લી જૂન સુધીના ત્રણ દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ કચ્છમાં માવઠું થવાની સંભાવનાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.