આજે મળનારી કોંગ્રેસ કારોબારીની બેઠક કોંગ્રેસના ભાવિ માટે ખૂબ મહત્ત્વની બની રહેશે એવી રાજકીય નિરીક્ષકોની માન્યતા હતી. એનું કારણ પક્ષ પ્રમુખની વરણીનો મુદ્દો છે.
નાદુરસ્ત તબિયતના કારણે સોનિયા ગાંધી પક્ષના વચગાળાના પ્રમુખપદનો ત્યાગ કરશે. દરમિયાન, કોંગ્રેસની યુવા લૉબી રાહુલ ગાંધીને મનાવવા તનતોડ પ્રયાસો કરી રહી હતી. યુવા પેઢી કોઇ પણ હિસાબે રાહુલ ગાંધી પક્ષપ્રમુખદપની જવાબદારી સ્વીકારે એવું ઇચ્છે છે. હકીકતમાં કોંગ્રેસમાં આજે કોઇ એવો મોટો ગજાનો નેતા નથી જે સંસદીય કે વિધાનસભાની ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવતો હોય. કોંગ્રેસની સ્થિતિ ગાંધી પરિવાર પર અવલંબતા પક્ષ જેવી થઇ ચૂકી છે. સોનિયા ગાંધી પદત્યાગ કરે ત્યારબાદ કોને પક્ષની ધુરા સોંપવી એ એક યક્ષપ્રશ્ન છે. નિરીક્ષકો માને છે કે રાહુલ ગાંધી કોઇ પણ રીતે ન માને તો ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવે એવી શક્યતા છે.
હાલ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથા પર છે. પહેલાં બિહારની ચૂંટણી આવશે અને 2021માં પશ્ચિમ બંગાળની ચૂંટણી આવશે.
રાજસ્થાનનો મામલો માંડ માંડ થાળે પડ્યો છે. મધ્ય પ્રદેશમાં હજુય પક્ષમાં યાદવાસ્થળી ચાલી રહી હતી. એવા સમયે પક્ષને એક મજબૂત અને લોકપ્રિય નેતાની પ્રમુખ તરીકે જરૂર છે. એ જોતાં કોંગ્રેસ કારોબારીની આજની બેઠક ખૂબ કટોકટી ભરેલી બની રહેશે.
પક્ષના કેટલાક બળવાખોર નેતાઓ એમ પણ કહે છે કે કોઇ બિનગાંધી નેતાએ પક્ષની ધુરા સંભાળી લેવી જોઇએ.પક્ષના વડીલ નેતાઓ એમ માને છે કે ગાંધી પરિવાર વિના પક્ષનું કોઇ ભાવિ નથી. એ લોકો યુવા પેઢીને નેતૃત્વ સોંપવા તૈયાર નથી.
સોનિયા ગાંધી પોતે પણ અવઢવમાં હોય એવું લાગે છે. રાહુલ ગાંધીએ ભૂતકાળમાં કરેલાં વિધાનો અને ભૂલોના કારણે સોનિયા પોતે એ બાબતે મક્કમ નથી કે રાહુલને પક્ષ પ્રમુખપદ આપવું કે નહીં. એ દ્વિધામાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.