જાણો આજના શનિવારના દિવસ નુ આપનુ રાશી ભવિષ્ય અને ગ્રહો વિષે

શનિવારના દિવસે હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કોઈનું અપમાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેકગણું ફળ મળે છે. આ દિવસે જો જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવામાં આવે તો અનેકગણું પુણ્ય પણ મળે છે. આ દિવસે જાણી લો તમારી રાશિ તમારા માટે શું ફાયદો લઈને આવી છે.

મેષ :- (અ.લ.ઇ)  
ધન સંબંધી વધારો થશે. સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે. માતાની તબિયત બાબતે સાચવવું. પરિસ્થિતિમાંથી માર્ગ મળશે. 

વૃષભ :- (બ.વ.ઉ) 
ઉત્સાહમાં વધારો થશે. ભાઈઓ અને પરિવારનાં સભ્યોનો સહકાર મળશે. અમુલ્ય વસ્તુ મેળવવાની ઇચ્છા પૂર્ણ થશે. આજનાં દિવસે આપે મહત્વપૂર્ણ નિર્ણય ના લેવાં. 

મિથુન :- (ક.છ.ઘ) 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવાર-સંતાનોનાં પ્રશ્નો હળવા બનશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. 

કર્ક :- (ડ.હ) 
યાત્રા પ્રવાસથી લાભ થાય. સન્માન અને લાભ મળશે. તબિયત બાબતે કાળજી રાખવી. કારણ વગરનો તનાવ રહેશે. 

સિંહ :- (મ.ટ) 
પિતા અથવા વડીલનો સહકાર મળશે. ભાગ્યબળનો વધારો થશે. પરિવારથી તનાવ જણાશે. વાણી ઉપર સંયમ રાખવો જરુરી છે. 

કન્યા :- (પ.ઠ.ણ) 
પારિવારિકજીવન સુખમય રહેશે. સંતાનોથી લાભ થશે. ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે. લેવડ દેવડમાં સાવધાની રાખવી. 

તુલા :-  (ર.ત) 
ધંધાકિય બાબતે તકલીફ જણાશે. કારણ વગરની ચિંતા અનુભવશો. જુના સબંધી મિત્રોની મુલાકાત થશે. ધનહાનીની સંભાવના છે. 

વૃશ્ચિક:- (ન.ય) 
હરિફાઇવાળા કામમાં વિજય થશે. તબિયત બાબતે સાચવવું. અટવાયેલા કામો પૂર્ણ થશે. વિરોધીઓ પરાજીત થશે. 

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભ મળશે. સંતાન સંબંધે સારુ સુખ મળશે. વ્યવસાયમાં નવી તક મળશે. 

મકર :- (ખ.જ) 
ધંધા રોજગારમાં સારી સફળતા મળશે. મકાન સુખ સારું મળશે. નવાં વાહન લેવાનાં યોગ બને છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. 

કુંભ :- (ગ.શ.ષ.સ) 
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે. આજીવિકામાં નવી તકો મળશે. પરિવારથી સામાન્ય તનાવ જણાશે. આવકજાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. 

મીન :- (દ.ચ.ઝ.થ) 

ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે. ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે. પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ. 
 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.