જાણો,આજના દિવસની ધનતેરસની લક્ષ્મીપુજા વિઘી અને રાશિ-ભવિષ્યના ફાયદાઓ વિશે

શુક્રવાર અને ધનતેરસનો દિવસ અનેક રાશિ માટે ફાયદો લઈને આવ્યો છે. લક્ષ્મીદેવીનો દિવસ અને શુક્રવાર સાથે ધનતેરસનો સંયોગ આ દિવસને ખાસ બનાવે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણો લાભ થાય છે. આ દિવસે ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ થાય છે. આ દિવસે મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી લાભ થશે. તો જાણી લો આ ખાસ દિવસે તમારી રાશિ તમને શું આપશે.

મેષ (અ.લ.ઇ) 
પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે. શત્રુઓ ઉપર વિજય મેળવશો. પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે. આજનાં દિવસે ખોટા લોકોથી દૂર રહો. 

વૃષભ (બ.વ.ઉ) 
સંતાનોનાં પ્રશ્નોમાં રાહત અનુભવશો. ધંધાકિય કામમાં લાભ થશે. શેરબજારથી લાભ થશે. પ્રવાસનાં યોગ બનશે. 

મિથુન (ક.છ.ઘ) 
જમીનને લગતા કામમાં ફાયદો થશે. માતા તરફથી આશિર્વાદ મળશે. ધંધામાં નવી તકો મળશે. પરિવારનો સુંદર સહયોગ મળશે. 

કર્ક (ડ.હ) 
સમજદારીથી કામ કરશો તો લાભ થશે. પારિવારિક સુખમાં વધારો થશે. મોટા ભાઇથી લાભ થશે. રોકાણ કરેલું આજે લાભ કરાવશે. 

સિંહ (મ.ટ) 
આર્થિક બાબતમાં ઉન્નતિ થશે. સમજ્યા વગરનુ રોકાણ નુકશાન કરશે. પારિવારિક સહયોગ મળશે. ખોટા લોકોથી દૂર રહો. 

કન્યા (પ.ઠ.ણ) 
સ્વાસ્થ્યમાં સાચવવું જરુરી છે. આત્મબળથી કામ કરશો તો ફાયદો થશે. નવાં રોકાણમાં ધીરજથી કામ લેવું. જીવનસાથી સાથે પ્રવાસ કરો. 

તુલા (ર.ત) 
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. નવા આવકનાં દ્વાર ખુલશે. ભાગીદારીવાળા કામમાં સાચવવું. માનસિક ચિંતા રહેશે. 

વૃશ્ચિક (ન.ય) 
આર્થિક બાબતમાં લાભ થશે. આકસ્મિક ધનલાભની સંભાવના છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. 

ધન (ભ.ધ.ફ.ઢ) 
આવકનાં સાધનોમાં વૃધ્ધી થશે. વાહન લેવાનાં યોગો સારા છે. નવું ઘર લેવાં માટે ઉત્તમ દિવસ છે. સહકર્મચારીનો સહયોગ મળશે. 

મકર (ખ.જ) 
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. આવકમાં વધારો થશે. સંતાનોનાં પ્રશ્નોમાં રાહત અનુભવશો. નાની નાની મુશ્કોલીમાંથી માર્ગ મળશે. 

કુંભ (ગ.શ.સ.ષ) 
પારિવારિક જીવન સુખમય બનશે. બહારનાં કામથી સારી આવક થશે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. તબીયત માટે દિવસ ઠીક નથી.

મીન (દ.ચ.ઝ.થ) 
વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ન રાખો. યાત્રા-પ્રવાસનાં યોગ બનશે. પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.