દેશમાં છેલ્લા 1 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન 3 મે સુધી ચાલશે. લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે રાતે એક મહત્વ પૂર્ણ આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રિય પ્રદેશો અને રાજ્યોને મોટી રાહત આપતા શનિવારથી શરતો સાથેની તમામ નોંધાયેલ શોપ ખોલવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે Green Zone માં ખુલ્લી રાખી શકાય તેવી દુકાનોની યાદી વધારી દીધી છે. Home Ministry ના નવા આદેશ મુજબ શહેરી ક્ષેત્રોમાં સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ દુકાનો ખોલી શકાશે.
કેન્દ્ર સરકારે આદેશમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારોની બહારના વિસ્તારોમાં આવેલા માર્કેટ પરિસરમાં આવેલી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે દુકાનો અને મથકો ખોલવામાં આવી શકે છે.
ગલી મોહલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં બનેલી દુકાનોનો પણ સમાવેશ થાય છે. જો કે શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ ખોલી શકાશે નહીં. આ તમામ દુકાનો અડધા કર્મચારીથી કામ ચલાવશે. આ સાથે જ માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.