આજથી ટ્રેનમાં મળશે ખાસ સુવિધા, રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

આજે ખતમ થતા લોકડાઉનના ચોથા ચરણ બાદ પાટા પર ફરીથી ટ્રેનો ધમધમતી થતા ટ્રાફીક વધશે. 1 જૂનથી ભારતીય રેલવે યાત્રીઓ માટે 200 વધારાની ટ્રેન શરૂ થશે. મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે એ માટે પહેલા જ કન્ફર્મ ટીકીટ કરાવી લેવી હીતાવહ છે.

મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રેલવેએ ટીકીટનું એડવાન્સ બુકીંગ કરવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. મુસાફરો હવે 30 દિવસની જગ્યાએ 120 દિવસ સુધી એડવાન્સ ટીકીટ બુક કરાવી શકશે. 22 મેથી ટ્રેનોની ટીકીટ બુકીંગ શરૂ થઈ ગયુ છે.

મુસાફરોના હીતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી તો ફક્ત એક મહીના પહેલા એડવાન્સ બુકીંગ કરાવી શકાતુ હતુ લોકડાઉન દરમિયાન ચલાવવામાં આવતી વિશેષ ટ્રનો માટે દિશા-નિર્દેશોમાં ફેરફાર કરીને રેલવેએ 4 મહિના પહેલા ટીકીટ બુક કરાવવાની સાથે સાથે આ ટ્રેનોમાં તત્કાલ કોટા બુકીંગ કરાવી શકો છો. આ સિવાય તમે સ્ટેશન પરથી ટીકીટ બુક કરાવી શકશો. તમામ ફેરફાર આજથી લાગૂ કરવામાં આવશે.

હાલ 230 સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી માટે ઓનલાઈન ટીકીટ બુક કરાવી શકાશે, જો કે સરકારે દેશભરમાં બે લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર પર ટીકીટ બુક કરાવવાની સુવિધા આપી દીધી છે. આ ટ્રેનો માટે મોબાઈલ એપ, રેલવે સ્ટેશન કાઉન્ટર, પોસ્ટ ઓફિસ. મુસાફરો માટે ટીકીટ સુવિધા કેન્દ્ર, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમથી પણ ટીકીટ બુક કરાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.