ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ ફાગણ મહિનાના સુદ પક્ષની ચતુર્થી છે, જેને વિનાયકી ચતુર્થી કહેવામાં આવે છે. ગુરુવારે આ તિથિ આવવાથી આ દિવસે ગણેશજીની સાથે જ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ માટે વિશેષ પૂજા કરવી જોઈએ. આ તિથિએ ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે, જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે. ઉજ્જૈનના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પં. સુનીલ નાગરના જણાવ્યા પ્રમાણે વિનાયકી ચતુર્થી પર કયા-કયા શુભ કામ કરી શકાય છે.
ચતુર્થીએ ગણેશજીની પૂજામાં 12 ખાસ મંત્રોનો જાપ 108 વાર કરવો જોઈએ. આ છે 12 મંત્ર- ऊँ सुमुखाय नम:, ऊँ एकदंताय नम:, ऊँ कपिलाय नम:, ऊँ गजकर्णाय नम:, ऊँ लंबोदराय नम:, ऊँ विकटाय नम:, ऊँ विघ्ननाशाय नम:, ऊँ विनायकाय नम:, ऊँ धूम्रकेतवे नम:, ऊँ गणाध्यक्षाय नम:, ऊँ भालचंद्राय नम:, ऊँ गजाननाय नम:।
આ તિથિએ સવારે વહેલાં ઊઠો. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. સૂર્યને જળ ચઢાવો. ઘરના મંદિરમાં સોના, ચાંદી, પીત્તળ, તાંબા કે માટીથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. શ્રીગણેશને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. श्री गणेशाय नम: મંત્રનો જાપ કરીને પૂજા કરો. ગણેશજીની સામે વ્રત કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ અન્ન ગ્રહણ ના કરો. વ્રતમાં ફળાહાર કરી શકો છો. પાણી, દૂધ, ફળોનો રસ વગેરે વસ્તુ લઈ શકો છો.
આ દિવસે ગણેશજીની સાથે જ ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેની માટે કેસર મિશ્રિત દૂધ દક્ષિણાવર્તી શંખમાં ભરો અને ભગવાનની મૂર્તિ ઉપર અર્પિત કરો. વિષ્ણુજીની સાથે જ મહાલક્ષ્મીની પૂજા કરો. ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો. ગુરુ ગ્રહ માટે ગુરુવારે શિવલિંગને બેસનના લાડુ અર્પિત કરો. કોઈ ગરીબને ચણાની દાળનું દાન કરો. કેળના ઝાડની પૂજા કરો અને કેળાનું દાન કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.