કોરોનાને લઈને અપાયેલા લોકડાઉન વચ્ચે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ચંદનયાત્રાનું આયોજન થયુ છે. લોક ડાઉનના કારણે પ્રથમ વખત ચંદન યાત્રા બિલકુલ સાદગીથી યોજાશે. ચંદન યાત્રામાં ફક્ત ગણતરીના લોકોની ઉપસ્થિતિ જોવા મળશે.
ચંદન યાત્રા બિલકુલ સાદગીથી યોજાઈ
ચંદન યાત્રા દરમિયાન મંદિરના મહંત સહિતના લોકો જે રથમાં ભગવાન નગરચર્ચા કરે છે તે રથનું પૂજન કરે છે અને પૂજન બાદ રથના સમારકામની કામગીરીનો પ્રારંભ થાય છે. ચંદનયાત્રાને લઈને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના રથના આસોપાલવના પાન અને ફુલોથી શણગારવામાં આવ્યા છે.
લોકડાઉન વચ્ચે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ચંદનયાત્રાનું આયોજન થયુ
અમદાવાદમાં આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજીની ચંદનયાત્રા યોજાશે ત્યારે મંદિરના તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવાઇ છે. ચંદનયાત્રાને લઇને ભગવાનના રથોની સફાઇ કરવામાં આવી. મહત્વનું છેકે લોકડાઉનને લઇને પ્રથમ વખત ચંદનયાત્રા બિલકુલ સાદગીથી યોજાશે.
ફક્ત ગણતરીના લોકોની હાજરીમાં ચંદનયાત્રા યોજાશે. ચંદન યાત્રા એ રથયાત્રાના મહત્વના પ્રસંગો પૈકીનો પ્રસંગ છે. આજે રથનું પૂજન કર્યા બાદ ચંદન કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનના રથનું સમારકામ શરૂ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.