આ બેઠકમાં ભાજપ સંગઠનના રાષ્ટ્રીય હોદ્દેદારો તથા તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો હાજર રહેશે. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇ અંગે પણ ચર્ચા કરાશે. પશ્વિમ બંગાળ, આસામ, તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ મુદ્દે ચર્ચા કરાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
ભાજપના પ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું કે રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દિલ્હીના એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં થશે. તેઓએ કહ્યું કે આ બેઠકની શુભારંભ પીએમ મોદી કરશે.
3 મહિનાથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે 3 કૃષિ કાયદાના વિરોધણાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો રાજધાની દિલ્હીની સીમાઓ પર 3 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ખેડૂતો પોતાના આંદોલનને દેશવ્યાપી બનાવવાની કોશિશમાં છે અને સતત પીએમ મોદી પર પ્રહાર કરતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.