સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર INS વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવનાર છે. ત્યારે 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ INS વિરાટ ભારતીય નેવીની શાન કહેવાતુ આ યુદ્ધજહાજ આજે અલંગના ભંગારવાડા ખાતે આવી પહોંચશે.
બે દિવસ પહેલા તે મુંબઈથી ભાવનગર ભાવનગરના શિપબ્રેકરે વિરાટ કેરિયર ખરીદ્યું છે અને હવે તે INS વિરાટની ભાવનગરના અલંગ તરફ અંતિમ સફર થઈ હતી. અલંગના શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં INS વિરાટ કેરિયરને 26 કરોડમાં ખરીદ્યું હતું. અલંગ પ્લોટ 81માં આ જહાજને ભાંગવામાં આવશે.
લિગલ પ્રોસેસ બાદ તે મુંબઈથી ભાવનગર તરફ આવવા રવાના થયું હતું. જેના બાદ વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે. જે આજે પહોંચી જશે. બે મહિના સુધી તેનું ભંગાણ કામ ચાલશે.
આઈએનએસ વિરાટનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તે દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતુ હતું અને તેમ છતા સારી કન્ડીશનમાં હતું. તેને ગ્રેટ ઓલ્ડ લેડી’ નામથી પણ ઓળખવામાં આવતુ હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનાર જહાજ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.