આજે ભાજપના ધારાસભ્યોની બેઠક,અરવિંદ કેજરિવાલની મુલાકાત મુદ્દે પણ બેઠકમાં ચર્ચા: સૂત્ર

વર્ષ 2022માં ભારતના છ મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે જેમાં યુપી અને ગુજરાતમાં સૌથી વધારે મહત્વના રાજ્ય છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી રાજકીય હલચલ ખૂબ જ તેજ થઈ ગઈ છે. ચૂંટણીને હજુ મહિનાઓ બાકી છે છતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ત્યાં ભાજપ દ્વારા પણ નેતાઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો. આ સિવાય પાટીદાર સમાજના અગ્રણીઓ પણ એક થઈ રહ્યા છે ત્યારે આજે ભાજપ નેતાઓ દ્વારા મોટી બેઠક થવા જઈ રહી છે.

વિધાનસભામાં સાંજે ચાર વાગે આ બેઠક કરવામાં આવસાહે જેમાં રાજ્યના સીએમ અને નાયબ મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ભાગ લેશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ જોડાઈ શકે છે.

સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ આ બેઠકમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી મુદ્દે ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને કોરોના વાયરસના ગ્રાઉન્ડ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં કેજરીવાલની એન્ટ્રી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી પ્રબળ સંભાવના છે ત્યારે ગુજરાતના ભાજપના બધા જ ધારાસભ્યોને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.