આજે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી છે. તે પહેલા ભાજપાની કોશિશ છે તેમની પાર્ટીના દરેક કાર્યકર્તા મતદાન પહેલા સવારે 6 વાગ્યે ઊઠી જાય. ભાજપાએ ચૂંટણી પ્રચાર માટે ઘણી મહેનત કરી છે. તેણે દરેક ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો અને સાથે જ પાર્ટીના દરેક મોટા મંત્રીઓ પણ દિલ્હીમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. પરિણામ શું આવશે એ તો મંગળવારે 11 ફેબ્રુઆરીના રોજ જ માલૂમ પડશે.
પણ ચૂંટણી પહેલા ભાજપાની કોશિશ છે કે 8 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં પાર્ટીના દરેક વોટ પડી જાય. ભાજપાએ તે uમના કાર્યકર્તાઓને કહ્યું છે કે, તેઓ મતદાન બાદ જ ભોજન કરજો.
ગૃહમંત્રી અમિત શાહે પોતે 13,750 બૂથ પ્રભારીઓને આ બાબતે ખાસ નિર્દેશ આપ્યો છે. નિર્દેશમાં તેમણે કહ્યું કે, પોતે મતદાન કરી દીધું તેમાં બહાદુરી નથી. બલ્કે પડોશમાં અને મિત્ર મંડળોમાં પણ લોકો વોટ ભાજપાને આપે તેમાં બહાદુરી છે.
સૂત્ર અનુસાર, તેમણે કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓ મતદાન માટે સવારે વહેલા ઊઠી જાય અને પોતાની ટીમના લોકોની સાથે ઘરે ઘરે જઈને વોટર્સને બૂથ સુધી લાવવામાં લાગી જાય. કોશિશ કરો કે સવારે 10 વાગ્યા સુધીમાં ભાજપાનો દરેક વોટર કમળનું બટન દબાવે.
દ્વારકામાં 4 ફેબ્રુ-20 ના રોજ થયેલી રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું હતું કે, પાર્ટી કાર્યકર્તાઓ મતદાનના દિવસે ઘરે ઘરે લોકોનો સંપર્ક કરીને તેમની પાસે મતદાન કરાવે. ભાજપા સૂત્રોનું કહેવું છે કે, પાર્ટીની એક ચિંતા એ પણ છે કે તેમના અગત્યાના વોટરોનો એક હિસ્સો મતદાનમાં રુચિ દેખાડતો નથી. તે મતદાનના દિવસને રજા માની બેસે છે. એવા મતદાતાઓ પર ભાજપાએ ફોકસ કરર્યું છે. એના માટે દરેક બૂથ પ્રભારીના નેતૃત્વમાં બનેલી ટીમને ગણતરીના ઘરો સોંપવામાં આવ્યા છે. બૂથની ટીમના દરેક સભ્યોને સંબંધિત ઘરોના લોકોને મતદાન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.