આજે દેવઊઠી એકાદશી, આજના દિવસે તુલસી શાલીગ્રામના વિવાહ શા માટે કરાય છે જાણો

દેવઉઠી એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુ ચાર મહિના નીંદ્રા કર્યા પછી દેવઉઠી એકાદશીએ જાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શાલીગ્રામ રૂપમાં તુલસીવિવાહ કરે છે. દેવઉઠી એકાદશીથી જ તમામ માંગલિક કાર્યો જેવા કે લગ્ન, નામકરણ, મુંડન, જનોઈ અને ગૃહપ્રવેશની શરૂઆત થાય છે.

હિન્દુ પંચાંગ અનુસાર દેવઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહ કારતક મહિનાના સુદ પક્ષમાં એકાદશીના દિવસે મનાવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ એકાદશી દર વર્ષે નવેમ્બરમાં આવે છે. આ વખતે દેવઉઠી એકાદશી-તુલસી વિવાહ 8 નવેમ્બર, 2019ના રોજ એટલે કે આજે છે.

દેવઉઠી એકાદશીના વ્રતના નિયમો
દેવઉઠી એકાદશીએ નિર્જળા અથવા પ્રવાહી ગ્રહણ કરી ઉપવાસ કરવો. વૃદ્ધ, રોગી , બાળકોએ એક સમય જમી અને વ્રત કરવું. ભગવાન વિષ્ણુ કે ઈષ્ટદેવની ઉપાસના કરવી. ડુંગળી, લસણ, વાસી ભોજન ગ્રહણ કરવું નહીં. આ દિવસ ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો

તુલસી વિવાહ અને તેનું મહત્વ
એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીને તુલસીજી માટે શાલિગ્રામ રૂપ ધારણ કરવું પડ્યુ હતુ. આથી શાલિગ્રામના રૂપે જ શ્રી હરિના વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસીજી ખુબજ પ્રિય છે. માત્ર તુલસી દલ અર્પણ કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. પ્રસાદ ધરાવતી વખતે તુલસીદલ અર્પણ કરવાથી ભગવાન થાળ ગ્રહણ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.