આજે ફરી એક કોર કમાન્ડર સ્તરની વાર્તા,ગત 5 વર્ષથી મેમાં સીમા પર ગતિરોધ શરુ થયો હતો

ભારત અને ચીનની વચ્ચે આજે ફરી એક કોર કમાન્ડર સ્તરની વાર્તા થવા જઈ રહી છે. લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર ગત વર્ષથી વિવાદ બાદ બન્ને દેશોના સેન્ય અધિકારીઓની વચ્ચે આ 11માં સ્તરની બેઠક છે. ભારત અને ચીનની વચ્ચે ગત 5 વર્ષથી મેમાં સીમા પર ગતિરોધ શરુ થયો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારત ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી સૈનિકોની જલ્દી વાપસી પર ભાર મુકશે.

આ દરમિયાન અનેક દોરની સૈન્ય અને કુટનીતિક વાર્તા બાદ ફેબ્રુઆરીમાં બન્ને દેશોએ પેંગોગ લેકના વિસ્તારોમાં સૈનિકો અને હથિયારોની વાપસી કરી હતી. આ બાદ ડેપસાંગ, ગોગરા અને હોટ સ્પિરંગ્સ સહિત અન્ય વિસ્તારોમાં પણ સૈનિકોની પીછે હટ પર ચર્ચા ચાલી રહી છે.

લગભગ 16 કલાક ચાલેલી આ બેઠકમાં પૂર્વ લદ્દાખના હોર્ટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપ્સાંગ જેવી ગતિવિધિઓ વાળા બિંદુઓથી સૈનિકોની પીછેહટની પ્રક્રિયાને આગળ વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.