આજે ગુરૂ નાનક જયંતિ, કારતક પૂર્ણિમાએ કરો આ કામ, થશે ફાયદા

આજે દેવ દિવાળી, ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જયંતિ અને કાર્તિકી પૂર્ણિમાની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ-વિશિષ્ટ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૈન સાધુ-સાધ્વજી ભગવંતોના ચાતુર્માસનું પરિવર્તન થવા ઉપરાંત શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો પણ પ્રારંભ થશે. હિંદુ પંચાંગ અનુસાર કારતક માસની પૂનમને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવાળી ખાસ કરીને ગંગા મૈયાની પૂજા માટે કાશી તીર્થસ્થળની સાથે અન્ય ગંગા ઘાટ પર પણ મનાવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે શિવજી ધરતી પર આવે છે. આ દિવસે જે પણ મનુષ્ય તેમની પૂજા અર્ચના કરીને અન્નદાન કરે છે તેમના પાછલા 7 જન્મોના પાપનો નાશ થાય છે. કહેવાય છે કે, જ્યા ભોલેનાથની સાથે અન્ય તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકથી ઉતરીને ધરતી પર આવે છે.

દેવ દિવાળીએ કરો આ ઉપાય
આ દિવસે ગંગાજળથી સ્નાન કર્યા બાદ વિધિ વિધાનથી ગંગાજી અને શિવજીની વિશેષ પૂજા કરો. આ દિવસે જે પણ મનુષ્ય શ્રધ્ધાપૂર્વક માં ગંગાજી અને ભગવાન શિવજીની વિશેષ પૂજા અને અભિષેક કર્યા બાદ અન્નનું દાન કરો અને એ કરતા જ તેમના પાછલા જન્મના થયેલ પાપ કર્મોનો નાશ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.