આજે સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કાનો પ્રારંભ,CM પાટણના વડાવળીથી અભિયાનનો પ્રારંભ કરાવશે

સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો 1 એપ્રિલ, 2021 એટલે કે આજથી શરૂ કરવાનો નિર્ણય રૂપાણી સરકારે લીધો છે.

 

આ જળ અભિયાન હેઠળ, જેમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી,હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ,તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વોકળા,કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવા જેવા કામ હાથ ધરાય છે

  • 31 મે સુધી યોજાશે સુજલામ સુફલામ જળ અભિયાન
  • સુજલામ-સુફલામના ચોથા તબક્કામાં 18582 કામોને મંજૂરી
  • વધુ 20 હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે
  • લોકભાગીદારીથી 6323 તળાવો-ચેકડેમ-જળાશયો ઊંડા કરાશે
  • મનરેગા હેઠળ 6681 તળાવના કામથી 60 લાખ રોજગારીનો દાવો
  • 15 હજારથી વધુ ટ્રેકટર-ડમ્પરનો થશે ઉપયોગ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.