દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના આજે 100 દિવસ પૂરા થયા છે. આ આંદોલનના 100 દિવસ પૂરા થવાના અવસરે શનિવારે કેએમપી એક્સપ્રેસ વે પર 5 કલાક નાકાબંધીની સાથે કાળા દિવસના રૂપમાં ચિહ્નિત કરાશે. આ સિવાય ડાસના, દુહાઈ, બાગપત, દાદરી, ગ્રેટર નોઈડા પર પણ જામ કરાશે
પોલિસ પ્રશાસને તેમને ટેન્ટ લગાવવાની કે અન્ય કોઈ સહાયતા પ્રદાન કરી નથી. અહીં 3 અને 4 માર્ચે પણ મહાપંચાયતનું આયોજન કરાયું હતું અને બાદમાં ટેન્ટ લગાવવાની પરમિશન અપાઈ હતી. આવનારા સમયમાં મધ્યપ્રદેશમાં મહાપંચાયત કરવાની યોજના પણ છે.
સંયુક્ત કિસાન મોર્ચાના નેતાઓએ કીર્તી કિસાન યૂનિયન અને દિવંગત કોમરેડ દાતાર સિંહને આંદોલનમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે શ્રદ્ધાંજલિ આપી છ
રાતે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને તેઓ સિંધુ બોર્ડર પહોંચ્યા અને અહીં પોલીસે તેમને રોક્યા હતા. દિલ્હી ચલો અભિયાન દિલ્હીની સીમામાં આવતું નથી અને બુરાડી મેદાનમાં પ્રદર્શનની મંજૂરીને ખેડૂતોએ નકારી હતી.
સરકારે કાયદાને દોઢ વર્ષથી સ્થગિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે જેને ખેડૂતોએ સર્વસંમતિથી નકાર્યો છે.
આંદોલનની વચ્ચે પંચાયત અને મહાપંચાયતનો સિલસિલો શરૂ થયો છે. બોર્ડર સિવાય પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પંચાયત અને મહાપંચાયતો ચાલી રહી છે. રાકેશ ટિકૈત સિવાય મહત્વપૂર્ણ ખેડૂતો નેતા તેની અધ્યક્ષતા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.