કારતક મહિનામાં સુદ પક્ષની પાંચમને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ 1 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. સૌભાગ્ય પંચમી માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી બધી જ સાંસારિક કામનાઓ પૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ગણેશજી અને ભગવાન શિવની પૂજા કરવાથી બધા વિઘ્નોનો નાશ થાય છે અને કારોબારમાં સમૃદ્ધિ તથા પ્રગતિ થાય છે. સૌભાગ્ય પંચમી પર્વ સુખ-શાંતિ અને ખુશહાલ જીવનની ઇચ્છાને પૂર્ણ કરવાની ભરપૂર ઊર્જા પ્રાપ્ત કરવાનો શુભ અવસર છે.
સૌભાગ્ય પંચમી શુભ અને લાભની કામના સાથે ભગવાન ગણેશનું સ્મરણ કરીને ઉજવવામાં આવે છે. કારતત સુદની પાંચમ સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેને ઇચ્છાઓની પૂર્તિનો પર્વ પણ કહેવામાં આવે છે. થોડી જગ્યાએ દિવાળીના દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે અને સૌભાગ્ય પંચમીએ વેપાર તથા કારોબારમાં ઉન્નતિ અને વિસ્તાર માટે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કઇ રીતે પૂજા કરવીઃ–
સૌભાગ્ય પંચમીએ સવારે સ્નાન બાદથી સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ. ત્યાર બાદ શુભ મુહૂર્તમાં ભગવાન શિવ અને ગણેશની પ્રતિમાઓની પૂજા કરવી જોઇએ. બની શકે તો સોપારી ઉપર મોલી લપેટીને ચોખાના અષ્ટદળ પર શ્રીગણેશજી સ્વરૂપમાં વિરાજિત કરો. ચંદન, સિંદૂર, ચોખા, ફૂલ, દૂર્વાથી ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ ભગવાન શિવને ભસ્મ, બીલીપાન, ધતૂરો, સફેદ વસ્ત્ર વગેરે અર્પણ કરવાં જોઇએ. ગણેશજીને મોદર અને શિવજીને અન્ય સફેદ પકવાનોનો ભોગ ધરાવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.