આજે લાલકૃષ્ણ અડવાણી નો જન્મદિવસ, મોદી એ આ રીતે પાઠવી શુભકામના

અયોધ્યા આંદોલનનું સૂત્રાપાત કરીને ભારતવર્ષના રાજકારણને નવી ધારા આપનાર લાલકૃષ્ણ અડવાણી આજે 92 વર્ષના થયા. ભાજપના પિતામહ લાલકૃષ્ણ અડવાણી 1992ના અયોધ્યા આંદોલનના નાયક રહ્યા. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગણીને લઇ 1990માં ગુજરાતના સોમનાથથી શરૂ કરેલી તેમની રથયાત્રાએ ભારતના સામાજીક તાણાવાણાની અંદર સુધી અસર કરી. મોટી વિડંબના એ છે કે 92ના હીરો અડવાણી આજે તેમનો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે આ જ સમયે અયોધ્યા આંદોલન પર ભારતની સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી કે વિદ્વાન, રાજનેતા અને દેશા સૌથી સમ્માનિત નેતાઓમાંથી એક, નાગરિકોને સશક્ત બનાવામાં શ્રી લાલ કૃષ્ણ અડવાણીના યોગદાનને ભારત સદા યાદ રાખશે. તેમના જન્મદિવસ પર તેમના દીર્ધાયુષ્યની કામના કરું છું.

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ અવિભાજીત ભારતના સિંધ પ્રાંતમાં 8 નવેમ્બર 1927ના રોજ થયો હતો. પિતાનું નામ કૃષ્ણચંદ ડી. અડવાણી અને માતા જ્ઞાની દેવી હતા. પાકિસ્તાનના કરાચીમાં સ્કૂલમાં અભ્યાસ કર્યો અને સિંધની કોલેજમાં પ્રેવશ મેળવ્યો હતો. જ્યારે દેશના ભાગલા પડ્યા તો તેમનો પરિવાર મુંબઇ આવી ગયો. અહીં તેમણે કાયદાની ડિગ્રી લીધી. અડવાણી જ્યારે 14 વર્ષના હતા ત્યારે સંઘ સાથે જોડાઇ ગયા હતા.

અડવાણીએ 25મી સપ્ટેમ્બર 1990ના રોજ રામમંદિર નિર્માણ માટે સમર્થન એકત્ર કરવા માટે સોમનાથથી રથયાત્રા શરૂ કરી દીધી. આ રથયાત્રાની ખૂબ ચર્ચા થઇ. અડવાણી પોતાના જોશીલા અને તેજસ્વી ભાષણોના લીધે હિન્દુત્વના નાયક બની ગયા. હિન્દી પટ્ટી રાજ્યોમાં તેમની લોકપ્રિયતાનો ગ્રાફ જબરદસ્ત વધ્યો. જો કે આ રથયાત્રા દરમ્યાન ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયની વચ્ચે સાંપ્રદાયિક વૈમનસ્યના ભાવને માપ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.