આજે મહારાષ્ટ્રમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે સીએમ,સતત 50 હજારથી વધારે આવી રહ્યા છે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ બાબતમાં બુધવારે એટલે કે આજે તેની જાહેરાત કરી શકે છે. આ જાણકારી મહારાષ્ટ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રીએ આપી છે. લોક નિર્માણ મંત્રી એકનાથ શિંદે અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ સૂચિત કર્યા કે કેબિનેટે રાજ્ય બોર્ડની દસમાંની પરિક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

લોકોની બેદરકારીના તથા ભીડ ભેગી કરવા પર લાગેલા પ્રતિબંધોનું ઉલંઘન કરી રહ્યા છે. કોવિડ 19ના પ્રસારને રોકવા માટે તમામ કેબિનેટ મંત્રીઓએ કડક લોકડાઉન લગાવવાના પક્ષમાં છે. મંત્રી રાજ્યોના તમામ સેક્ટરમાંથી છે. એટલા માટે સંકેત મળી રહ્યા છે કે સમગ્ર રાજ્યમાં આ લોકડાઉનની જરુર છે

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે નિર્ણય કર્યો કે રાજ્યમાં કરિયાણાની અને શાકભાજી તથા ફળની દુકાનો સવારના 7 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. નવા પ્રતિબંધો મંગળવારે રાતે 8 વાગ્યાથી લાગુ પડ્યા છે જે 1 મે સુધી અમલમાં રહેશે.  સરકાર દ્વારા જારી નવા આદેશ અનુસાર તમામ કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, ડેરી, બેકરી, મીઠાની દુકાનો, તેમજ ચિકન, મટન, પોલ્ટ્રી,માછલી,ઈંડા સહિત ખાદ્ય પદાર્થ વેચતી તમામ દુકાનો, ખેતીના સાધનો, કૃષિ ઉપજ સંબંધિત દુકાનો, પશુદાણની દુકાનો સવારના 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

રાજેટ ટોપેએ કહ્યું કે અમે સીએમને બુધવારે રાતે 8 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન લગાવવા પર અપીલ કરી છે. તમામ મંત્રીઓએ સીએમને આ ભલામણ કરી છે અને હવે નિર્ણય સીએમના હાથમાં છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે કાલે રાતે(બુધવારે) 8 વાગ્યા બાદ સીએમ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે  છે. ત્યારે મંત્રી અસલમ શેખે કહ્યું કે મેડિકલઓક્સિજનની અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે જલ્દી જ ગાઈડલાઈન જારી કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.