વર્ષ 2020 ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનએ દેવોના દેવ મહાદેવની આરાધનાનો તહેવાર મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ વખતે 59 વર્ષ બાદ મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ આ દિવસે શનિ અને ચંદ્ર મકર રાશિ, ગુરુ ધન રાશિ, બુધ કુંભ રાશિ અને શુક્ર મીન રાશિમાં રહેશે, આ યોગ સાધના, સિદ્ધિ માટે ખાસ છે. આ દિવસે દાન-પુણ્ય કરવાનું પણ વિધાન છે. જે પણ વ્યક્તિ ભગવાન શિવની શ્રદ્ઘાની સાથે મહાશિવરાત્રીનો ઉપવાસ કરી પૂજા-અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષ મુજબ આમ તો દર મહીનામાં શિવરાત્રી હોય છે. પરંતુ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 1961માં બન્યો હતો. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. શિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાનને રૂદ્રભિષેક કર કરવામાં આવે છે.
માન્યતા છે કે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસ શિવજી ને વૈરાગ્ય જીવન છોડો ગૃહસ્થ જીવન માં પ્રવેશ કર્યો. શિવ વૈરાગી હતા, તે ગૃહસ્થ બની ગયા. પૌરાણિક કથાઓ મુજબ, મહાશિવરાત્રીના દિવસોમાં શિવજી પહેલી વખત પ્રગટ થયા હતા. શિવનો પ્રાગટ્ય જ્યોર્તિલિંગ એટલે અગ્નિના શિવલિંગના રૂપમાં હતું.
શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને મંદિર જઇ શિવલિંગ પર મધ, પાણી અને દૂધનું મિશ્રણથી ભગવાન શિવને સ્નાન કરાવવું જોઇએ. તે બાદ બિલીપત્ર,ધતુરો, ફળ અને ફુલ અર્પણ કરવા જોઇએ. તે બાદ ધૂપ અને દીવો કરી ભગવાન શિવની આરતી કરવી જોઇએ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.