આજે નક્કી થશે નિર્ભયાના નરાધમોની ફાંસીની તારીખ, કોર્ટ ચોથીવાર જાહેર કરશે ડેથ વોરંટ

નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ અને સમય આજે એટલે કે ગુરૂવાર (5 માર્ચ)એ નક્કી થઈ જશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરૂવારે તિહાડ જેલ પ્રશાસનની નવું ડેથ વોરંટ જાહેર કરવાની અરજી પર સુનાવણી કરતા દોષીતોને નોટિસ ફટકારી દીધી છે. હવે ગુરૂવારે બપોરે 2 કલાકે કોર્ટમાં સુનાવણી થશે અને હવે જે ડેથ વોરંટ જારી થશે તે અંતિમ હશે.

આ પહેલા આજે નિર્ભયા મામલામાં દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ નકારી દીધી હતી. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટથી પવનની ક્યૂરેટિવ પિટિશન પણ રદ્દ થઈ છે. આ સાથે મામલાના ચારેય દોષીતોની અપીલ, પુનર્વિચાર અરજી, ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજીનો ઉકેલ આવી ગયો છે. એટલે કે ચારેય દોષીતોના તમામ કાયદાકીય અધિકારનો ઉપયોગ થઈ ચુક્યો છે.

પટિયાલા હાઉસ ટ્રાયલ કોર્ટે 17 ફેબ્રુઆરીએ ચારેય દોષીતો મુકેશ કુમાર સિંહ, પવન, વિનય અને અક્ષય કુમાર વિરુદ્ધ 3 માર્ચે ફાંસી પર લટલાવવા માટે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું પરંતુ પવનની દયા અરજી રાષ્ટ્રપતિની પાસે પેન્ડિંગ હોવાને કારણે ટ્રાયલ કોર્ટે ડેથ વોરંટ રદ્દ કરવું પડ્યું હતું. હવે ટ્રાયલ કોર્ટ 14 દિવસ બાદની તારીખનું નવું ડેથ વોરંટ જારી કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.