આજે પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી
આજે પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવારે સોમવતી અમાસનાં શુભ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. સોમેશ્વર મહાદેવનાં ચરણોમાં હજારો ભાવિક ઉમટી પડ્યા હતા. મંગળા આરતીમાં સમગ્ર મંદિર શિવમય બન્યું હતું. જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
મહાદેવ મંદિર ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
ગુજરાતમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે રાજકોટ ખાતે સર્વેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. છેલ્લા સોમવારને કારણે શિવાલયોમાં ભગવાનનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી.
જય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આરતી યોજાઈ
સુરતમાં પણ શ્રાવણ મહિનાનાં છેલ્લા દિવસે જય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારને લઈ ભક્તોનાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
મહાદેવનાં મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી
આજે શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે મહારાષ્ટ્રનાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે બાબુલનાથ મંદિરમાં ભક્તો પ્રાર્થનાં કરે છે.
ઉજ્જૈન ખાતે ભસ્મ આરતી કરવામાં આવી
શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મધ્યપ્રદેશનાં ઉજ્જૈન ખાતે આવેલ મહાકાલનાં મંદિર ખાતે ભસ્મ આરતી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.