આજે રાજકોટ યાર્ડમાં મગફળીનો ભાવ 1503 રૂપિયા સુધી પહોંચ્યો

ખેડૂતોમાં આનંદ અને ચિંતા, પલળી ગયેલી મગફળીનો ભાવ 500થી 600 રૂપિયા મણ મળતાં ખેડૂતોમાં ચિંતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે. જેના પરિણામે મગફળીનું બમ્બર ઉત્પાદ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી ત્યારે રાજકોટ સહિત અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની આવક શરુ થઇ ચુકી છે. ખેડૂતોને આજે રાજકોટ એ.પી.એમ.સીમાં મગફળીનો ભાવ 1503 રૂપિયા સુધી મળ્યો હતો. જોકે, પલળી ગયેલી મગફળીનો ભાવ મણે રૂપિયા 500 જેટલો જ મળતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ છવાયું છે. ક્યાંક ટેકાના ભાવ કરતા ઊંચો તો ક્યાંક ટેકાના ભાવથી ઓછો ભાવ મળતાં ખેડૂતો ચિંતામાં પણ હતા.

આ સાથે વિસ્તરણ અધિકારીએ દરેક ગામનાં 25 ટકા દસ્તાવેજી કાગળિયાની તપાસ કરવાની રહેશે. વિકાસ અધિકારી અને મામલતદાર 10% ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. જો આ ચકાસણીમાં કોઇ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે ગોઠવી ફ્લાઇંગ સ્કવોડ વ્યવસ્થા જીલ્લા પુરવઠા અધિકારી પુરવઠા ઈન્સટ્રક્ટર સહિતનાં જીલ્લા કક્ષાનાં અધિકારીની ટીમ નાગરિક પુરવઠા નિગમ પણ ક્રોસ ડીસ્ટ્રીક્ટ ટીમ બનાવશે. આ ટીમ કોઈપણ જગ્યાએ કોઇ પણ ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. શંકા જતા મગફળીનો પાકનું વાવેતર થયું છે તે સ્થળની પણ તપાસ કરશે. આગામી સોમવારથી ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવશે. 1 નવેમ્બર સુધીમાં આ દસ્તાવેજની ખરાઇ પૂર્ણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.