આજે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ,પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તુ થયું

દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.56 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 80.87 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા છે તો ડીઝલની કિંમત 87.96 રૂપિયા પ્રતિ લિટર છે. આ રીતે કોલકત્તામાં પેટ્રોલના ભાવ 90.77 રૂપિયા છે અને ડીઝલના ભાવ 83.75 રૂપિયા છે.

સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

આ માપદંડોના આધાર પર પેટ્રોલરેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલવેચે છે.

તમે એસ.એમ.એસ. દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દરને કેવી રીતે જાણી શકો છો,ઇન્ડિયન ઓઇલનો ગ્રાહક આરએસપી સ્પેસ પેટ્રોલપમ્પનો કોડ 9292992249 પર લખીને માહિતી મેળવી શકે છે અને બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર માહિતી મોકલી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.