આજે 8 ઓગસ્ટના રોજ સિદ્ધ યોગ, શિવ યોગ સહિત અનેક ફાયદાકારક યોગ બની રહ્યા છે. પરિણામે આજનો દિવસ મેષ, કર્ક, કન્યા સહિત અન્ય 5 રાશિ માટે લાભદાયક રહેશે.
ગુરૂવારનો દિવસ જ્ઞાન, મોક્ષ, ધર્મના કારક ગ્રહ ગુરૂ અને લક્ષ્મી પ્રિયા ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે 08 ઓગસ્ટના રોજ ચંદ્રનો સંચાર બુધ ગ્રહની રાશિ કન્યામાં રહેશે. શ્રાવણ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ગણેશ ચતુર્થીનો વ્રત કરવામાં આવે છે.
વિનાયક ચતુર્થીના રોજ શિવ યોગ, સિદ્ધ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. પરિણામે આજના દિવસનું મહત્વ ઓર વધી ગયું છે. વૈદિક જ્યોતિષ અનુસાર, આજે બની રહેલા શુભ યોગનો ફાયદો 5 રાશિને મળશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે આજે ગુરૂવારનો દિવસ કેવો રહેશે.
મિથુન (Gemini)
આજે દિવસ કોઇ મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવાનો છે. પરિવારમાં કોઇ વિવાદ ઉભો થઇ શકે છે. તમારી યોજનાઓને ચરમસીમા પર લઇ જશો. જે માટે તમારે ભાઇઓનો સહયોગ લેવો પડી શકે છે. આજે ભાગ્ય 74 ટકા તમારાં પક્ષમાં રહેશે, સફેદ વસ્તુનું દાન કરો.
કર્ક (Cancer)
વ્યવસાય અર્થે આજે કેટલીક યાત્રાઓ કરવી પડી શકે છે. વેપારમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. સંતાનની શિક્ષાને લઇ તણાવ રહી શકે છે. સાંજના સમયે પિતા સાથે તણાવ થઇ શકે છે. આજે ભાગ્ય 69 ટકા તમારાં પક્ષમાં રહેશે, શિવ ચાલીસાનો પાઠ કરો.
સિંહ (Leo)
આજે સ્વાસ્થ્યના કારણે અલગ અલગ ગતિવિધિઓમાં સક્રિય રીતે ભાગ લેશો. પારિવારિક વ્યવસાયમાં જીવનસાથીની સલાહની આવશ્યકતા રહી શકે છે, જેનો ભવિષ્યમાં તમને લાભ મળશે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગુરૂજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો.
કન્યા (Virgo)
આજે કોઇ રોકાણ માટે દિવસ ઉત્તમ છે, ભાગ્યનો સહયોગ મળશે. આજીવિકાના ક્ષેત્રે કામ કરતા જાતકોને આજે સફળતા મળશે. પરિવારના કોઇ સભ્યની તબિયત ખરાબ થવાથી ભાગદોડ રહી શકે છે. આજે ભાગ્ય 92 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો.
તુલા (Libra)
આજે ભાગીદારીના વેપારનો લાભ મળશે, કોઇ અંગત સંબંધોમાં તણાવ ઉભો કરવાના પ્રયાસ કરી શકે છે. પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં સફળ રહેશો. સાંજનો સમય પરિવાર સાથે મનોરંજનના કાર્યક્રમમાં પસાર કરશો. આજે ભાગ્ય 97 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા સરસ્વતીની પૂજા કરો.
વૃશ્ચિક (Scorpio)
શારિરીક અને માનસિક રીતે આજે પરેશાન હોવા છતાં તમે હિંમતથી કામ કરશો જેમાં તમને સફળતા મળશે. શત્રુ કાર્યક્ષેત્રે કેટલીક પરેશાનીઓ ઉભી કરી શકે છે. કોઇ યાત્રામાં સફળતા મળશે. આજે ભાગ્ય 85 ટકા તમારાં પક્ષમાં રહેશે, પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.
ધન (Sagittarius)
આજે દિવસ નિશ્ચિત પરિણામ લઇને આવશે. સ્વાસ્થ્ય અને આર્થિક સંસાધનો પર વધારે ધ્યાન આપવાની જૂરર છે. ઘરમાં કોઇ માંગલિક કાર્યક્રમ થઇ શકે છે. સાંજના સમયે આસપડોશમાં વિવાદની સ્થિતિ ઉભી થઇ શકે છે. આજે ભાગ્ય 72 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુની આરાધના કરો.
મકર (Capricorn)
આજે જીવનમાં કોઇ મહત્વપૂર્ણ બદલાવ આવવાની સંભાવના છે. પરેશાનીઓમાં ધૈર્ય જાળવી રાખો, સામાજિક સંબંધોમાં પણ સફળતા મળશે. કોઇ બેન્ક અથવા સંસ્થા તરફથી ઋણ મળી શકે છે. આજે ભાગ્ય 79 ટકા તમારાં પક્ષમાં રહેશે, પીળી વસ્તુનું દાન કરો.
કુંભ (Aquarius)
આજે દિવસ તણાવપૂર્ણ રહી શકે છે. કોઇ પણ મામલે અતિ અથવા ઉતાવળ કરવાથી બચો, નહીં તો નુકસાન થઇ શકે છે. કાર્યક્ષેત્રે પરિવર્તન થવાની સંભાવના છે, જેનો લાભ ભવિષ્યમાં મળશે. આજે ભાગ્ય 76 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.
મીન (Pisces)
આજે વેપારમાં રાખેલી અપેક્ષાઓ પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે. નવી નોકરીની શોધમાં રહેલા જાતકોને સફળતા મળશે. સંતાનને સારાં કાર્યો કરતાં જોઇ મનમાં પ્રસન્નતા રહેશે. પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. આજે ભાગ્ય 93 ટકા તમારાં પક્ષમાં રહેશે, પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.