અમદાવાદ: હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી અમદાવાદ. આજે શહેરનો 609મો સ્થાપના દિવસ છે, અમદાવાદ નગર રચના માટે જાણીતું છે અને શહેરના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા14 દરવાજાઓ હાલ અડીખમ છે. શહેરની રચના થઈ હતી ત્યારે 22 દરવાજા હતા. 14 જેટલા આજે પણ છે તો 8 નાશ પામ્યા છે. શહેરની સ્થાપના સમયે કેટલા દરવાજા હતા એ વિષે ઘણી અલગ અલગ વાતો છે અને અમુક ઇતિહાસકારોના મત મુજબ શહેરમાં 16 દરવાજા હતા. ત્યારે ભો.જે વિદ્યાભવનના પૂર્વ નિયામક રામજી સાવલિયાએ સિટી ભાસ્કરના વિજય ચૌહાણને 22 દરવાજા તેમના નામ અને તેમના ઉપયોગ વિશે માહિતી આપી હતી.
પ્રેમ દરવાજા
આ દરવાજાનો મુખ્યત્વે વ્યાપારીઓ ધંધા માટે ઉપયોગ કરતા હતા. આજે પણ તે મુખ્ય દરવાજામાંથી એક છે.
રાયપુર દરવાજા
સામાન્ય લોકો આ દરવાજાથી આવનજાવન કરતા હતા. આજે પણ લોકો આ દરવાજામાંથી પસાર થાય છે
કાલુપુર દરવાજા
ખાધા-ખોરાકી આ દરવાજાથી શહેરમાં આવતી હતી. આજે પણ અહીં લોકો હોલસેલ કરિયાણું લેવા આવે છે
આસ્ટોડિયા દરવાજા
એ વખતના મહત્વના વ્યાપારના સાધનો આ દરવાજામાંથી લાવવામાં આવતા હતા.
દરિયાપુર દરવાજા
ખાસ કરીને સૈનિકો અને રાજદ્વારીઓ દ્વારા દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.