આજે સરદાર જયંતિ:AMC સાથે ખાસ નાતો, જ્યારે પેટા ચૂંટણીમાં ફક્ત 1 મતથી તેમનો વિજય થયો

અમદાવાદ : સરદાર વલ્લભભાઇ પટેલે દેશની સ્વતંત્રાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે અંખડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યુ હતું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાયા છે. તેમના દ્રઢ મનોબળના કારણે તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. સરદાર વલ્લભાઇ પટેલની રાજકીય સફર અમદાવાદ શહેરથી શરૂ થઇ હતી. અમદાવાદ મ્યુનિસિપાલટીના પ્રમુખ પદે તેઓ નિયુક્ત થયા હતા. પ્રમુખ પદે રહી સરદાર પટેલે અનેક સેવાકાર્ય અને નિર્ણયો કર્યા હોવાના પુરાવા આજે પણ AMCનાં બિલ્ડિંગમાં જોવા મળે છે.

તસવીરમાં દેખાઈ રહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂની ઓફિસ છે. અહીં બેસીને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે શહેરના હિતમાં અનેક નિર્ણય અને ઠરાવો કર્યા હતા. આજે પણ આ તમામ સ્મરણો એએમસી દ્વારા સાચવામાં આવ્યા છે. 2010 સુધી અહીંથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભા અને ઠરાવો કરવામાં આવતા હતા.

તા 7-10-1926ની સામાન્ય સભામાં સરદાર પટેલે રાજીનામું પાછું ખેચ્યું હતું. ત્યારે પ્રમુખ સાહેબે કાગળ બોર્ડ જાણ માટે મૂક્યો હતો. “ગૃહસ્થો, જનરલ બોર્ડ તેમની તા 22-9-1926 ની ખાસ બેઠકમાં મ્હને મ્હારી પદ્ધિ સમ્બન્ધે ફરી વિચાર કરવા અને મ્યુનિસિપાલિટી પ્રમુખ તરીકે આપેલું રાજીનામું પાછુ ખેચી લેવાનું કહેવા જે ઠરાવ પસાર કરેલો છે. તે પરત્વે મ્હે પુરતો વિચાર કર્યો છે. ઠરાવની તરફેણમાં મત આપવા જે કારણોએ બહુમતી ઉશ્કેરાઇ હોય તે બરાબર સહમજવાના હેતુથી તેમાના બની શક્યા તેટલાને તેમજ જેઓએ ઠરાવની વિરૂદ્ધ મત આપ્યા હતા. તેમને નિમાયેલા સભાસદો સુદ્ધાંત પણ રૂબરૂ મળવાન મ્હે પ્રયાસ કર્યો છે. જ્યારે તે સઘળાને હું મળ્યો ત્યારે તેઓએ મ્હેને ખાત્રી આપી કે તેઓ કેવળ મ્યુનિસિપાલિટીના કારોબાર અને તેની કાર્યસિદ્ધીને લગતી બાબતોમાં ખરા મનતી સહકાર કરશે. એટલે તેઓ સઘળાના નિખાલસપણા પરત્વે કંઇ પણ શંકા રાખવાને મ્હારે કારણ નથી. હું જે સભ્યોની બહુમતી બનેલી છે. તેની અને બીજાઓ જેને મ્હને આ બાબતમાં મળવાનો આનંદ પ્રાપ્ત થયો હતો. તેની બચ્ચેનનો સામાન્ય હેતું સ્હમજયો છું કે મ્યુનિસિપાલ કારોબારની બાબતો કોમી લાગણી તેમજ કોમી સવાલોથી તદન નિરપેક્ષ ચલાવવામાં આવશે. આ દઢ વિશ્વાસ ઉપર આધાર રાખીને અને જે શહેરના વતની હોવાનો આપણને માન છે તેના હિત ખાતર,પરંતુ વિચાર્ય સંકલ્પ-વિકલ્પ સિવાય નહી, ઉપરોક્ત ઠરાવથી મ્હને આમંત્રણ કરેલુ તેના પ્રતિવચનમાં રાજીનામું પાછું ખેંચી લેવાનું મ્હેં નિર્ણય કર્યો છે. અને હુ આથી તેમ કરૂં છું.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.