આજે સૂર્યગ્રહણ નું સુતક નહીં લાગુ પડે ભારતમાં,આ રાજ્યમાં સૂર્યાસ્ત સમયે દેખાશે સૂર્યગ્રહણ

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે યોજાઈ રહ્યું છે. આ વલયાકાર સૂર્યગ્રહણ રહેશે. આ ખગોળીય ઘટના ત્યારે થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે. આજે થનારું આ સૂર્યગ્રહણ દુનિયાના અનેક દેશમાં રિંગ ઓફ ફાયરના રૂપમાં જોવા મળશે. આ ગ્રહણ સમયે ચંદ્રની થાયા સૂર્યને લગભગ 94 ટકા ઘેરી લેશે.

એમ પી બિરલા તારામંડલના નિર્દેશક દેબીપ્રસાદ દુરઈએ કહ્યું કે સૂર્યગ્રહણ ભારતમાં અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક ભાગમાં જોઈ શકાશે.  અહીં દિબાંગ વન્યજીવ અભ્યારણ્યની પાસે સાંજે 5.52 મિનિટે ખગોળીય ઘટના જોઈ શકાશે. લદ્દાખના ઉત્તરી ભાગમાં સાંજે 6.15 મિનિટે સૂર્યાસ્ત થશે અને સાંજે 6 વાગે સૂર્યગ્રહણ જોઈ શકાશે.

ભારતીય સમયાનુસાર 11.42 મિનિટે આંશિક સૂર્યગ્રહણ થશે અને આ બપોરે 3.30 મિનિટે વલયાકાર રૂપ લેવાનું શરૂ કરશે. સાંજે 4.52 મિનિટ સુધી આકાશમાં સૂર્ય અગ્નિ વલયની જેમ આકાર લેશે.

આ વખતે સૂર્યગ્રહણ કોરોના કાળમાં પડી રહ્યું છે. ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે જોવા મળશે. આ માટે ગ્રહણ કાળ માન્ય રહેશે નહીં. અમેરિકાના ઉત્તરી ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિક ગ્રહણ જોવા મળશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.