૪થી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે ગ્લોબોકેનના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે અત્યારે દેશમાં અંદાજે ૨૨.૫૮ લાખ કેન્સરના દર્દીઓ છે, દર વર્ષે ૧૧.૫૭ લાખ નવા કેન્સરના દર્દીઓ નોંધાઈ રહ્યા છે તો સાથે જ દર વર્ષે ૮ લાખ જેટલા દર્દીઓ કેન્સરના કારણે મોતને ભેટી રહ્યા છે, તો ગુજરાતમાં આશરે આ રોગના દોઢથી બે લાખ કેસ છે અને અંદાજે દર વર્ષે નવા ૮૦ હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, સમાજે પણ એ સંદેશો ફેલાવવાની જરૂર છે કે, કેન્સર રોગ મટાડી શકાય છે, દર્દીને પણ આ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, શરત એટલી જ છે કે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ તેમ એચસીજી કેન્સર સેન્ટર ખાતે સોમવારે સાંજે પત્રકાર પરિષદને સંબોધતાં ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું હતું.
ડો. પટેલે વર્ષ ૨૦૧૮ના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, કેન્સરના રોગ સામે ડબ્લ્યુએચઓએ આઈએમ એન્ડ આઈ વિલની થીમ આપી છે. પુરુષોમાં મોઢાના કેન્સર અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે છે. એચસીજીના અમદાવાદ ખાતેના કેન્સર યુનિટમાં છેલ્લા છ વર્ષમાં (વર્ષ ૨૦૧૩થી ૨૦૧૯)ના અરસામાં ૨૧થી ૪૦ વર્ષના દર્દીઓની સંખ્યામાં અગાઉના વર્ષોની સરખામણીએ ૬૦ ટકાનો વધારો થયો છે, જ્યારે ૪૦થી ૬૦ વર્ષના દર્દીઓની સંખ્યામાં ૬૬ ટકાનો વધારો જોવા મળ્યો છે તો ૨૦થી ઓછી વયના દર્દીઓમાં અગાઉના વર્ષોની સરખામણીએ ૬૦ ટકાનો ઉછાળો જોવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.