દેશમાં કોરોના વાયરસ, દરરોજ તોડી રહ્યો છે રેકોર્ડ,આજના કેસનો આંકડો….

શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. દેશમાં 24 કલાકની અંદર જ કોરોના વાયરસના નવા 1 લાખ 31 હજાર 787 પૉઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન 802 દર્દીએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ સમયગાળા દરમિયાન 59,258 લોકો સાજા થયા છે.

દેશમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1.29 કરોડથી વધારે થઈ ગઈ છે. જ્યારે 1.18 કરોડ લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી 1.66 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 9 લાખ 5 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે.

આ રાજ્યમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેરળ શામેલ છે. ગુરુવારે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.

ગુરુવારે મહારાષ્ટ્રમાં 56,286 નવા કેસ નોંધાયા છે, જ્યારે 36,130 દર્દી સાજા થયા છે. આ દરમિયાન 376 લોકોનાં મોત થાય છે. રાજ્યમાં અત્યારસુધી 32.29 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે.

ગુજરાતમાં ગુરુવારે 4,021 દર્દી નોંધાયા છે, જ્યારે 2,197 સાજા થાય છે. આ દરમિયાન 35 લોકોનાં મોત થાય છે. રાજ્યમાં અત્યારસુધી 3.32 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેમાંથી 3.07 લાખ લોકો સાજા થયા છે.

પંજાબમાં ગુરુવારે કોરોનાના 3,119 કેસ નોંધાયા છે, જ્યારે 2,480 લોકો સાજા થયા છે. આ દરમિયાન 56 લોકોનાં મોત થાય છે. રાજ્યમાં અત્યારસુધી 2.63 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે

દિલ્હીમાં ગુરુવારે 7,437 નવા કેસ નોંધાયા છે. આ સાથે 3.363 લોકો સાજા થયા છે. દિલ્હીમાં 24 કલાકમાં 42 લોકોનાં મોત થાય છે. દિલ્હીમાં અત્યારસુધી કુલ 6.98 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.