આજના પરિણામોએ ભાજપને ટૅન્શનમાં મૂકી દીધું, ક્યાંક મળ્યાં જોરો કા ઝટકા તો ક્યાંક ધીરે સે

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં, ભાજપ-શિવસેનાનું જોડાણ ફરીથી સત્તા મેળવતું હોય તેવું લાગે છે, જ્યારે હરિયાણામાં, ભાજપ અને કોંગ્રેસને બહુમતી મળે તેવી સંભાવના નથી. 

અત્યાર સુધીનાં પરિણામોને જોતાં, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળ જીત બાદ પહેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત ઝાંખી લાગી રહી છે. નોંધનીય છે કે, ભાજપના ઘણા દિગ્ગજ ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે. હરિયાણામાં પ્રદેશ પ્રમુખ સુભાષ બરાલા પણ પોતાની બેઠક બચાવી શક્યા નહીં. અપેક્ષિત અને સખત પ્રચાર પછી પણ બંને રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન મજબૂત રહ્યું ન હતું.

PM મોદીએ પોતે ચૂંટણીની કમાન રાખી પોતાના હાથમાં

આ ચૂંટણીઓમાં 370, બાલાકોટ, પાકિસ્તાન જેવા મુદ્દાઓનું વર્ચસ્વ હતું પરંતુ પરિણામ સ્પષ્ટ છે કે લોકોએ સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી, પરંતુ ભાજપનો જાદુ પહેલાની જેમ આગળ વધી શક્યો નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.