રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
મેષ રાશિ
મહત્વની કામગીરી આડેના વિઘ્નો બાદ સફળતાની આશ જણાય.
વૃષભ રાશિ
આપનું આયોજન સફળ બનાવવાની સાનુકૂળતા મળે. કૌટુંબિક કાર્ય અંગે ઠીક.
મિથુન રાશિ
જાવક વધતી જણાય. નાણાભીડનો અનુભવ થાય. ગૃહવિવાદનો પ્રસંગ સર્જાય નહીં તે જોજો. પ્રવાસ ફળે.
કર્ક રાશિ
માનસિક વ્યથા ચિંતામાંથી બહાર નીકળી શકશો. આપના કામકાજ અંગે સંજોગ સુધરે.
સિંહ રાશિ
તમારી વધુ પડતી અપેક્ષાઓ ફળે નહીં. લાગણી પર કાબૂ રાખવો હિતાવહ.
કન્યા રાશિ
આપના વિરોધીઓના હાથ હેઠા પડે.અગત્યની વ્યક્તિ મદદરૃપ થઈ શકે.
તુલા રાશિ
ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થશે. આપના વિરોધીઓની કારી ચાલે નહીં.
વૃશ્ચિક રાશિ
અંગત ચિંતાઓ દૂર થતી જણાય. પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે.
ધન રાશિ
આર્થિક સમસ્યાનો ઉપાય મળે. ચિંતાનો બોજ વધે નહીં તે જોજો. ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.
મકર રાશિ
વિકટ પરિસ્થિતિ હશે તો પણ માર્ગ મળી આવે. ચિંતાનું સમાધાન થતુ જણાય. પ્રવાસ-મુલાકાત ફળે.
કુંભ રાશિ
નાણાભીડ અને વ્યવસાયિક સમસ્યામાંથી છૂટવા મિત્ર સ્વજનની મદદ લેવી પડે.
મીન રાશિ
કાલ્પનિક ભય રાખશો નહીં. અણહિતનો કોઈ યોગ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.