વિક્રમ સંવત 2077, પોષ વદ પાંચમ. મંગળવાર, કુમારયોગ. ચંદ્ર ગુરુનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
ધાર્યો લાભ અટકતો લાગે, પરંતુ અગત્યના કામકાજો અંગે સાનુકૂળ-આશાસ્પદ તક.
વૃષભ રાશિ
અગત્યની બાબતો અંગે સંજોગનો લાભ ઉઠાવી સફળતા મેળવી શકશો.
મિથુન રાશિ
લાગણી ને સ્વમાનને ઠેસ પહોંચતી લાગે. સમાધાનવૃત્તિ જરૃરી ગણજો.
કર્ક રાશિ
પ્રયત્નો ફળદાયી બનતાં જણાય. સ્વજનથી ગેરસમજ ન થાય.
સિંહ રાશિ
સુખની આશા ફળીભૂત થતી લાગે. આપના શત્રુઓથી સાવધ રહેવું.
કન્યા રાશિ
આપના માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો. કૌટુંબિક-ઘરની બાબતો હલ થાય.
તુલા રાશિ
આપની મહેનત રંગ લાવતી જણાય. પ્રવાસ ફળે. વ્યાવસાયિક ચિંતા હળવી બને.
વૃશ્ચિક રાશિ
આવક સામે જાવક વધતી લાગે. નાણાભીડ અનુભવાય. ઉધારીથી દૂર રહેજો. તબિયત ચિંતા.
ધન રાશિ
માનસિક અજંપો-તણાવ જણાય. ટેન્શન હળવું કરજો. નાણાભીડ વધે નહીં તે જોજો.
મકર રાશિ
ખર્ચ-વ્યયના પ્રસંગથી સાચવવું. મનની મુરાદ મનમાં રહે.
કુંભ રાશિ
ધીમેધીમે આપની સમસ્યાનું સમાધાન મળતું જણાય.
મીન રાશિ
સ્નેહીથી સહકાર મેળવી શકશો. નાણાભીડનો ઉકેલ મળતો લાગે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.