વિક્રમ સંવત 2076, ભાદરવા સુદ આઠમ, બુધવાર, દુર્ગાષ્ટમી, દધિચી જયંતી, વિંછુડો, શુક્ર-ગુરુનું ઓપોઝિશન કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો. વિઘ્નો પાર થાય. સ્વજનથી મિલન.
વૃષભ રાશિ
કાર્ય સફ્ળતા મેળવવા વધુ પ્રયત્ન જરૃરી રાખજો. સામાજિક પ્રસંગથી પ્રસન્નતા.
મિથુન રાશિ
ખર્ચ અને ખરીદીઓ પર કાબૂ રાખજો. મતભેદો અટકાવજો. આરોગ્ય સચવાય.
કર્ક રાશિ
વ્યવસાયિક બાબતો અને અગત્યના કાર્ય અંગે સાનુકૂળ તક આવી મળે. ખર્ચ જણાય.
સિંહ રાશિ
મિલન-મુલાકાત – પ્રવાસ અંગે સાનુકૂળતા. તબિયત અંગે ઠીક. નાણાભીડ દૂર થાય.
કન્યા રાશિ
આપની ગૂંચવાયેલી સમસ્યા હલ થતી લાગે. મિત્ર ઉપયોગી થાય. પ્રવાસ મજાનો રહે.
તુલા રાશિ
આપના મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય. સ્નેહીનો સહકાર. નાણાભીડ દૂર થાય.
વૃશ્ચિક રાશિ
આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો.
ધન રાશિ
આપની ધારેલી યોજનાને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૃરી માનજો. નાણાભીડ-અવરોધ.
મકર રાશિ
સાનુકૂળતા અને પ્રસન્નતા અનુભવાય. ચિંતા-અશાંતિ દૂર થાય. મિલન-મુલાકાત.
કુંભ રાશિ
સામાજિક કાર્ય સફ્ળ બને. નોકરી-ધંધામાં વિલંબ વધતો લાગે. નાણાભીડ રહે.
મીન રાશિ
પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે. વિઘ્ન દૂર થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.