1 માર્ચથી એટલે કે આજથી દેશમાં અનેક નવા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારના કારણે તમારા જીવન પર સીધી અસર પડશે. આ નવા નિયમોથી તમને ક્યાંક થોડો લાભ થશે, તો વળી તમારે અમુક બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે. નહીંતર તમારે આર્થિક નુકસાની વેઠવવાનો વારો આવશે. આમા જોઈએ તો, રસોઈ ગેસ સિલિંડરના ભાવ, એટીએમમાંથી પૈસા કાઢવાના નિયમો, બેંક ખાતામાં કેવાયસી ફરજિયાત, જીએસટી, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નવા નિયમનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ આવતી કાલથી ક્યાં એવા જૂના નિયમ છે, જે બદલાઈ જશે.
ગ્રાહકોની સુવિધાને ધ્યાને રાખી ઈંડિયન બેંકે આ નિર્ણય કર્યો છે. એક માર્ચ 2020થી બેંક 2000ની નોટ સાથે જોડાયેલો એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ગ્રાહકોને હવે એટીએમમાંથી 2000ની નોટ નહીં મળે. ઈન્ડિયન બેંકે નિર્ણય કર્યો છે કે, તે પોતાના એટીએમમાં 2000ની નોટ નહીં રાખે. આ માટે બેંકે તમામ બ્રાન્ચને જાણકારી આપી છે. બેંકના સર્કુલર અનુસાર 1 માર્ચ 2020 બાદ ઈન્ડિયન બેંકના એટીએમમાંથી 2000ની નોટ રાખતા કેસેટ્સને ડિેસેબલ કરી દેવામાં આવશે. એટલે કે, તે હવે મળશે નહીં. સાથે જ બેંકે કહ્યું છે કે, તેની જગ્યાએ હવે એટીએમમાં 200 રૂપિયાની નોટોની સંખ્યા વધારી દેવામાં આવે. જો કે, આ નિયમ ફક્ત એટીએમ પુરતો જ મર્યાદિત રહેશે. બાકી બેંકોમાં તો 2000ની નોટ મળશે. એટલે કે, બેંકમાંથી પૈસા ઉપાડતી વખતે 2 હજારની નોટ મળશે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં 2 હજારની નોટ બદલવા માટે ગ્રાહકોનો ઘસારો વધી રહ્યો છે.
1 માર્ચથી ગેસ સિલિંડરની કિંમતમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં રસોઈ ગેસના સિલિંડરમાં ભાવમાં ફેરફાર થાય છે. જો કે, ફેબ્રુઆરી મહિનામાં 12 તારીખે આ બદલાવ કર્યો હતો. ફેબ્રુઆરીમાં જોઈએ તો, દિલ્હીમાં 14.2 કિલોવાળો સિલિંડર 144.50 રૂપિયા મોંઘો થયો હતો. જેની કિંમત 858.50 રૂપિયા હતી. તો વળી કલકત્તામાં તે 149 રૂપિયા મોંઘો થયો હતો. જ્યાં સિલિંડરની કિંમત 896.00 રૂપિયા હતી. મુંબઈમાં તેની કિંમત 829.50 રૂપિયા છે. તથા ચેન્નઈમાં તે 881 રૂપિયે વેચાઈ છે. હાલના સમયમાં સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિંડરો પર સબ્સિડી આપે છે. જો ગ્રાહક આનાથી વધારે સિલિંડર લેવા ઈચ્છે છે તો, તેને બજાર કિંમતે ખરીદવો પડે છે. ગેસ સિલિંડરની કિંમત દર મહિને બદલાઈ છે.
લૉટરી પર 1 માર્ચથી 28 ટકા જીએસટી દર લાગશે. રેવન્યૂ વિભાગે આ નવા નિયમમાં જણાવ્યા અનુસાર લૉટરી પર કેન્દ્ર સરકારનો દર 14 ટકા થઈ ગયો છે. જ્યારે રાજ્ય સરકારને પણ એટલો જ જીએસટી આપવો પડશે. આમ આ રીતે 1 માર્ચથી હવે લૉટરી પર 28 ટકા જીએસટી લાગશે.
આરબીઆઈએ એટીએમ કાર્ડ એટલે કે, ડેબિટ કાર્ડ અને ક્રેડિક કાર્ડ સાથે જોડાયેલા નવા નિયમ જાહેર કર્યા છે. સાથે જ બેંકોને કહ્યું છે કે, ભારતમાં કાર્ડ આપતી વખતે એટીએમ અને પ્વાઈંટ એફ સેલ પર ફક્ત ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની મંજૂરી આપે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે ગ્રાહકોએ અલગથી મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઓનલાઈન, કાર્ડ નહી હોવું અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે કાર્ડ પર સેવાઓને અલગથી સેટ કરવું પડશે. આ નવા નિયમ 16 માર્ચ 2020થી નવા કાર્ડ પર લાગૂ પડશે. ત્યારે આવા સમયે જૂના કાર્ડવાળા ગ્રાહકોએ એ નક્કી કરવાનું રહેશે કે, તે આ સુવિધાને ચાલુ રાખવા માગે છે કે, નહીં. ગ્રાહક ગમે ત્યારે પોતાની લેવડદેવડ સંબંધિત મર્યાદાને બદલી શકે છે.
ભારતીય સ્ટેટ બેંકને પોતાના ખાતાધારકોને એસએમએસ દ્વારા સૂચના આપી છે. તેમના માટે કેવાયસી કરાવવુ જરૂરી છે. બેંકે કહ્યું હતું કે, આવુ નહીં કરાવવા પર આ તારીખ બાદ ખાતુ બંધ થઈ જશે. જણાવી દઈએ કે, કેવાયસી માટે વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસેંસ, મનરેગા કાર્ડ, પોસ્ટ સંબંધિત ઓળખાણ પત્ર, પેંન્શન સંબંધિત દસ્તાવેજ, લાઈટ બિલ, ટેલિફોન બિલ, બેંકનું સ્ટેટમેન્ટ, રાશન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, સેલ ડીડી/ લીઝ એગ્રીમેન્ટમાંથી કોઈ પણ એક દસ્તાવેજ જમા કરાવવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.