5 ઓગસ્ટના રોજ દેશની નરેન્દ્ર મોદી સરકારે જે ઐતિહાસિક નિર્ણય લીધો હતો તે આજે 31 ઓક્ટબરના રોજ લાગુ થઇ ગયો છે. દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલેની જયંતિના અવસર પર આજથી બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉદય થયો છે. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે.
આ સાથે દુનિયા સ્વર્ગ ગણાતાં કાશ્મીરમાં આજથી નવા વિકાસની સવાર થઇ છે. આ સાથે કલમ-370 હવે સદા માટે ઇતિહાસ બની ગઇ છે. હવે તેને માત્ર રાજકીય રેલી, બૌદ્ધિક ડિબેટમાં જ યાદ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મૂ-કાશ્મીર પૂનર્ગઠન કાયદાને 9 ઓક્ટોબર મંજૂરી આપી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.