કોરોના વાયરસ મહામારીની વચ્ચે, આજથી રાજ્યમાં ધોરણ 6થી 8ની શાળાઑ,કરી દેવામાં આવી શરૂ

દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે કેટલાય મહિનાઑ સુધી શૈક્ષણિક કાર્ય થઈ શક્યું નથી અને હજારો લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું છે ત્યારે જેમ જેમ મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે તેમ તેમ ધીમે ધીમે જનજીવન પણ સામાન્ય બનવા જઈ રહ્યું છે.

GUJARAT : SCHOOLS OPEN FOR 6TH STANDARD

કોરોના વાયરસ મહામારીની વચ્ચે આજથી રાજ્યમાં ધોરણ 6થી 8ની શાળાઑ શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યની શાળાઑમાં મહિનાઑ બાદ ઘણા બધા વિધ્યાર્થીઓ પરત ફર્યા છે.

કોરોના વાયરસનો પ્રકોપ ભલે ઓછો થયો હોય પરંતુ મહામારી હજુ ગઈ નથી. જેથી આ મહામારી ફરી ઊથલો ન મારે અને બાળકો તેમાં સપડાઈ ન જાય તે માટે શાળાઓને ખાસ તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

શાળામાં પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રિનિંગથી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય જે બાળકો વાલીઓનું સંમતિ પત્ર સાથે લઈને આવી રહ્યા છે માત્ર તેમને જ શાળામાં આવવા દેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.