આજથી રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલી,કપટથી લગ્ન અને ધર્મ પરિવર્તન નહીં કરાવી શકો…

ગુજરાતમાં લોભ-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું અને સીએમ રૂપાણીએ કાયદો 15 જૂનથી લાગું કરવા જાહેરાત કરી હતી.

કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં.

આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે.

ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરીથી લગ્ન કરાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધતાં ખુદ ભાજપના ધારાસભ્યોએ જ સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે યુપીની જેમ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.

2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.

સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્યા કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.

સ્ત્રી પક્ષના લોહી સબંધના સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશેગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને DYSP કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે.

ફેબ્રુઆરીમાં સાંસદ બેન્ની બેહનને લોકસભામાં સરકારને પૂછ્યું હતું કે કેરળમાં લવ જેહાદના મામલાઓ અંગે તેમનું શું કહેવું છે? શું તેઓએ આવા કોઈ કેસની તપાસ કરી છે?
જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 25 લોક વ્યવસ્થા, સદાચાર અને સ્વાસ્થ્યના શર્તાધીન ધર્મને અપનાવવા, તેનું પાલન કરવા અને તેના પ્રસાર કરવાની મંજૂરી આપે છે.એમ પણ કહ્યું કે હાલના કાયદામાં લવ જેહાદ શબ્દને પરિભાષિત નથી કરવામાં આવ્યો.

કોર્ટે અંતઃકરણ કે કોન્શિયન્સની વ્યખ્યા પણ ધાર્મિક આઝાદીથી સ્વતંત્ર રીતે કરી છે. એટલે કોઈ વ્યક્તિ નાસ્તિક છે, તો તેને પોતાના કોન્શિયન્સથી આ પ્રકારનો અધિકાર છે. તેને કોઈ પરાણે કોઈ પણ ધર્મનું પાલન કરવાનું ન કહી શકે.

  • કાયદામાં આરોપીને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત દંડ
  • 2 લાખથી ઓછા નહીં એટલા દંડની જોગવાઇ
  • સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જેલ
  • સગીર,SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 3 લાખથી ઓછીં નહીં એટલો દંડ
  • લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ લેવાશે પગલાં
  • સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા,5 લાખનો દંડ
  • અધિનિયમ 2003ના 22માં અધિનિયમની કલમમાં સુધારો
  • બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.