વતનનો સાથ ,મદદનો હાથ સૂત્ર દ્નારા આમ આદમી પાર્ટી તેમજ સહયોગી સંસ્થા દ્નારા સૌરાષ્ટ્રને બેઠું કરવાનો પ્રયાસ,,

અનાજ કરિયાણાની કિટ તૈયાર કરીને મોકલવામાં આવી.

તોઉ-તે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને ધરમોળી નાખ્યું છે. એક પ્રકારે સમગ્ર ગુજરાતમાં વિનાશ વેરી નાખ્યો છે. ખેડૂતોને અને દરિયાકાંઠે આવેલા ગામોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સૌરાષ્ટ્રવાસીઓને મદદ થવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ મદદ કરવા આગળ આવ્યા છે. કરુણા ગૌ સેવા સંસ્થા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ 1000 અનાજની કિટો તૈયાર કરી છે. ઉના,જાફરાબાદ જેવા ગામોમાં અનેક લોકોએ પોતાના આશ્રય સ્થાનો પણ ગુમાવ્યા છે.તેમને મોકલી છે.

જીવનજરૂરી વસ્તુઓ મોકલાઈ.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે લોકો પોતાની રોજીરોટીના સાધનો પણ ગુમાવ્યા છે. તો કેટલાક સ્થળે પોતાના આશ્રયસ્થાનો પણ ગુમાવ્યા છે. જેને કારણે હાલ જીવન કેવી રીતે જીવવું હોય તેના માટે મુશ્કેલ બની રહ્યું છે, અને ખેડૂત પરિવારો અત્યારે કોઈ પણ પ્રકારની આવકના સાધન ન હોવાથી ઘરનો ભરણ પોષણ કેવી રીતે કરવું તે પણ એક પ્રશ્ન સર્જાયો છે. એવા સમયે સુરતમાં વસતા વેપારીઓ અને સમાજસેવી સંસ્થાઓએ ફરી એકવાર પોતાના વતનના લોકોને મદદ કરવા માટે સેવાની શરૂઆત કરી છે. કોરોના સંક્રમણ કાળમાં પણ સુરતની વિવિધ સંસ્થાઓ આગળ આવીને આઇસોલેશન સેન્ટર તેમજ મેડિકલ સુવિધા ઉભી કરવા માટેના પ્રયાસો કર્યા છે.

સૌરાષ્ટ્રને બેઠું કરવા પ્રયાસ ,વાવાઝોડા બાદ હવે જનજીવન ફરીથી પાટે ચડે તે માટે ખભે ખભા મિલાવીને કામ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.સુરતની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્ર તરફ આર્થિક મદદની સાથે અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને 20થી 25 દિવસ સુધી પરિવારોને જમા ખાવાની તકલીફ ન રહે તેવી કીટ તૈયાર કરી દેવામાં આવી છે.

સુરતની સામાજિક સંસ્થાઓના કહેવા પ્રમાણે હજી તો શરૂઆત કરી છે. આવનારા એક સપ્તાહની અંદર સુરતથી સેવાનો અવિરોધ સૌરાષ્ટ્ર તરફ વહેવા નું આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ વ્યક્તિને મુશ્કેલી ન પડે તે માટે અમે સતત મદદ આપવા માટે તૈયારી કરી રહ્યા છે. સરકાર મદદ કરવાની હશે ત્યારે કરશે પરંતુ એ પહેલા અત્યારે જે પરિવારને જે ચીજ વસ્તુઓની જરૂરિયાત છે. તે પહોંચાડવા માટે તમામ સંસ્થાઓ કામે લાગી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.