ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દાવ.પડ્યો ઊંધો જાણો કેમ પાર્ટીમાં હડકંપ મચી ગયો ???

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો જીત્યા પછી અને પંજાબમાં સરકાર બનાવ્યા પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું સપનું જોતી આમ આદમી પાર્ટીની મહેચ્છાઓ પર પાણી ફરી વળે તેવું જાણવા મળ્યું છે.અને પાર્ટીના કાર્યકરો અને નેતાઓ નારાજ થઇને વ્હોટસએપ ગ્રુપ છોડી રહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા જ આમ આદમી પાર્ટીનો દાવ ઉંધો પડી ગયો છે અને સંગઠનમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારથી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો નારાજ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંગઠનમાં ફેરબદલ કરવાની આમ આદમી પાર્ટીની યોજના પર પાણી ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીએ તેના ગુજરાત સંગઠનને વિખેરી નાખ્યું છે અને રાજ્યમાં તેના રાજકીય મૂળ સ્થાપિત કરવા માટે તેની નવેસરથી રચના કરી છે, જેના કારણે પાર્ટીમાં રાજકીય બબાલ મચીગઇ છે અને આવી સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચે આંતરિક કલહ શરૂ થઈ ગયો છે જે અરવિંદ કેજરીવાલના તમામ પ્રયાસો પર પાણી ફેરવી શકે છે.

ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ બનવા અને ભાજપને ટકકર આપવા સંગઠનની નવી રીતની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, આમ આદમી પાર્ટીએ તેના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને જાળવી રાખ્યા છે, જ્યારે ઇસુદાન ગઢવીને પાર્ટીના રાષ્ટ્રીય સચિવનું પદ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેના નવા હોદ્દેદારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 850 જેટલા લોકો હતા અને જેના કારણે પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરો નારાજ છે અને માનવામાં આવી રહ્યું છે કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને તેનું નુકશાન વેઠવું પડી શકે છે.

આમ આદમી પાર્ટીના એક કાર્યકરનું કહેવું છે કે પાર્ટી સાથે દગો કરનારા નેતાઓને સંગઠનમાં મહત્વ આપવામાં આવ્યું છે અને જે એવા નેતાઓ છે જેઓ પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયા છે અને ફરીથી પાર્ટીમાં આવ્યા છે. આવા નેતાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપવામાં આવતાં સવાલો ઉઠી રહ્યા છે.સંગઠનના જૂના નેતાઓ એટલા બધા નારાજ થયા છે કે એક પછી એક પાર્ટીના વ્હોટસએપ ગ્રુપમાં લેફ્ટ થઇ રહ્યા છે. પાર્ટી ગ્રુપમાં લગાતાર તેઓ નારાજગી જાહેર કરી રહ્યા છે.

ગુજરાત સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર 28 કોર્પોરેટર ચૂંટાયા હતા અને એ પછી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં નવજીવન મળ્યું હતું. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ઘણી જગ્યાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પણ જીતી હતી. પરંતુ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 28 બેઠકો જીત્યા પછી અરવિંદ કેજરીવાલે રોડ શો પણ કર્યો હતો.

સુરતની જીતના જોરે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાના સપના જોઈ રહી હતી, પરંતુ જે રીતે AAPએ નવા હોદ્દેદારોની પસંદગી કરી છે તેને કારણે પાર્ટી સાથે પહેલેથી જોડાયેલા કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ છે અને એટલું જ નહીં, પાર્ટીમાં આંતરિક ગજગ્રાહ શરૂ થઈ ગયો છે, જેનો ફટકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભોગવવો પડી શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.