આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને કહ્યું – હું મારા પત્ની કે ગલઁફ્રેન્ડ નો ખચઁ ઉઠાવી શકું એટલાં પૈસા નથી.. જાણો શું છે હકિકત.

બોલીવુડનાં અભિનેતા આમિર ખાન તેની ફિલ્મમાં આજ કાલ વ્યસ્ત છે. તાજેતરમાં અભિનેતાએ તેની પત્ની કિરણ રાવથી છુટાછેડાની જાહેરાત કરી હતી.

ત્યારે આમિર ખાનનો ભાઈ પણ ફિલ્મ “ફેકટરી”થી નિદઁશનની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યો છે. ફૈઝલને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમે હજુ કેમ લગ્ન કર્યા નથી.! તો તેણે જવાબ આપતાં કહયું હતું કે, મારી પાસે એટલાં પૈસા જ નથી કે..

હું એક પત્ની નો ખચઁ ઉઠાવી શકું. મારી તો કોઈ ગલઁફ્રેન્ડ પણ નથી કારણ કે ગલઁફ્રેન્ડ રાખવી પણ ખૂબ મોંધી છે. પત્ની તો એના કરતાં પણ મોંધી પડે છે..

જો મારી ફિલ્મ હિટ જશે તો હું છોકરી શોધવાનું શરૂ કરીશ. આપને જણાવી દઈએ કે, આમિર ખાને તેના ભાઈને ફિલ્મ “મેલા” થી બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો. પરંતુ તે સંપૂર્ણ ફલોપ સાબિત થઈ હતી.

પરંતુ બંને સગા ભાઈ વચ્ચેનાં સંબંધોમાં તિરાડ પડી અને ફૈઝલે આમિર પર ધણાં આરોપો લગાવ્યા. અત્યારે બંને ભાઈ પોત પોતાનાં રસ્તે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.