પાકિસ્તાનના વિવાદાસ્પદ સંસદસભ્ય આમિર લિયાકત હુસૈન કરાચીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે.અને તાજેતરમાં આમિર લિયાકત નો એક ન્યૂડ વીડિયો વાયરલ થયો હતો. તેઓ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ તરફથી ચૂંટણી જીત્યા પરંતુ બાદમાં અલગ થઈ ગયા હતા. તેમણે3 લગ્ન કર્યા હતા.
ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ અને પ્રખ્યાત ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈનનું અવસાન થયું છે અને આમિર લિયાકત ત્રીજા લગ્ન અને છૂટાછેડાને લઈને ઘણા વિવાદોમાં ચાલી રહ્યા હતો. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, આમિર લિયાકત હુસૈન કરાચીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઈમરાન ખાનની પાર્ટીમાંથી સાંસદ બનેલા આમિર લિયાકત શાહબાઝ શરીફે સરકાર રચાયા બાદ પીટીઆઈ નેતાથી અલગ થઈ ગયા હતા.
આમિર લિયાકત હુસૈન 49 વર્ષના હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આમિર તેના ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ પછી તેમને અત્યંત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. લિયાકત ગઈકાલે રાતથી બેચેની અનુભવી રહ્યા હતા, પરંતુ તેમણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમના કર્મચારી જાવેદે જણાવ્યું કે સવારે આમિરના રૂમમાંથી ચીસો સંભળાઇ હતી. આવી જ્યારે આમિરે કોઈ જવાબ ન આપ્યો તો કર્મચારી દરવાજો તોડીને રૂમમાં ઘૂસ્યા હતા.
પ્રારંભિક તપાસમાં આમિર લિયાકતના મોતમાં કોઈ કાવતરું હોવાનું નજરે પડતું નથી. આમિર લિયાકતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમના મૃત્યુ બાદ પાકિસ્તાનની સંસદનું સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું. લિયાકત માર્ચ 2018માં પીટીઆઈમાં જોડાયા હતા અને તેઓ પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીથી ચૂંટણી જીત્યા હતા. ટીવી પર તેના શો ખૂબ જ લોકપ્રિય હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.