આમિર ખાનની આગામી ફિલ્મમાં સલમાન ખાન ફક્ત ચાર મિનીટ માટે જ જોવા મળશે

આમિર ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ડાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ જોવા મળવાનો છે તેવી વાત હતી. હવે માહિતી અનુસાર સલમાને આમિરને આ ફિલ્મના શૂટિંગ માટે પૂરો એક દિવસ ફાળવ્યો છે.

સૂત્રની વાત સાચી માનીએ તો સલમાન આ ફિલ્મમાં ચાર મિનીટનો કેમિયો શૂટ કરવાનો છે. જેના માટે તેણે આમિરને પૂરો એક દિવસ ફાળવ્યો છે.

કહેવાય છે કે, આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ મહેમાન ભૂમિકામાં છે. જેણે પોતાનું બે-ત્રણ દિવસનું શૂટિંગ પુરુ કરી લીધું છે. આ ફિલ્મમાં સલમાન અને શાહરૂખ ૯૦ના દસકાના પાત્રો દ્વારા જોવા મળશે.

આ ફિલ્માં શાહરૂખ ખાન રાહુલનું પાત્ર ભજવશે જ્યારે સલમાન મેંને પ્યાર કિયા ફિલ્મના પ્રેમના પાત્રમાં જોવા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.